ઇન્ડિયામાં દસથી ૧૯ વર્ષના યુવાનોની સંખ્યા હાલમાં સૌથી વધુ છે.
લાઇફમસાલા
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન
યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડના રિપોર્ટ મુજબ ભારતમાં ૨૦૫૦માં વૃદ્ધોની સંખ્યા ડબલ થઈ જશે. ઇન્ડિયામાં દસથી ૧૯ વર્ષના યુવાનોની સંખ્યા હાલમાં સૌથી વધુ છે. આ રિપોર્ટ મુજબ જેટલા યુવાનો છે એટલા જ લોકો ઘરડા પણ થશે. મેડિકલ ફૅસિલિટી જે પ્રમાણે વધી રહી છે એ પ્રમાણે હવે જીવનનું ઍવરેજ આયુષ્ય વધી રહ્યું છે. પરિણામે ભારતમાં ૨૦૫૦માં વૃદ્ધોની સંખ્યા ડબલ થઈ જશે. આ સંખ્યા ૩૪.૬૦ કરોડની આસપાસ હોવાની શક્યતા છે. વૃદ્ધોની સંખ્યા વધતાં સરકારે હાઉસિંગ, હેલ્થકૅર અને પેન્શન સ્કીમ પર વધુ ફોકસ કરવું પડશે. ૨૦૫૦ સુધીમાં ભારતના ૫૦ ટકાથી વધુ લોકો અર્બન થઈ જશે. સામાન્ય ઘરની જગ્યાએ હવે મોટાં-મોટાં કૉન્ક્રીટનાં મકાનો આવી જશે એવું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ કારણસર ક્લાઇમેટ પર ઘણી અસર પડશે અને એને કારણે મહિલાઓની પ્રેગ્નન્સીમાં પણ અસર પડતી જોવા મળી શકે છે.