મોદી સરકાર (PM Modi)ના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ(Union Budget 2023) હશે. આ બજેટમાં સરકાર તરફથી મોટી જાહેરાતો થવાની આશા છે.નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
Budget
નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ
12:30AM
- સાત લાખ સુધીની આવક પર કોઈ આવકવેરો નહીં
ADVERTISEMENT
નાણામંત્રીએ કહ્યું કે નવી ટેક્સ જોગવાઈઓ હેઠળ 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3થી6 લાખ રૂપિયા સુધી 5 ટકા ટેક્સ લાગશે. હવે 6થી9 લાખ રૂપિયા સુધીની આવક પર 7 ટકા ટેક્સ અને 9 થી12 લાખ રૂપિયા પર 12 ટકા ટેક્સ લાગુ થશે.
12:24 AM
- સાત લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં
નાણામંત્રીએ કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે.
12:22 AM
- નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. કરદાતાની ફરિયાદ નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે.
12:21AM
- પાન કાર્ડ હવે રાષ્ટ્રીય ઓળખાણ પત્ર તરીકે માનવામાં આવશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, પાન કાર્ડ હવે રાષ્ટ્રીય ઓળખાણ પત્ર તરીકે માનવામાં આવશે. આ અગાઉ પાન ટેક્સ ફાઈલિંગ માટે હતું.
12:19 AM
- ડાયરેક્ટ ટેક્સ પર બોલતા નાણામંત્રી
નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ પોર્ટલ પર દરરોજ 72 લાખ અરજીઓ આવે છે અને અમે રિફંડ પ્રક્રિયાને 16 દિવસ સુધી લાવ્યા છીએ. આમાં અમે વધુ સુધારાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
12:17AM
- મહિલાઓ માટે ઘોષણા
નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે. તેમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકશે અને 2 લાખ રૂપિયા જમા કરી શકશે જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે અને તેમાંથી પૈસા ઉપાડવાની શરતો હશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું છે.
12:15 AM
- સિગારેટ પર આકસ્મિક ડ્યુટી 16% વધારવામાં આવશે. મતલબ કે સિગારેટ મોંઘી થશે.
- અંત્યોદય યોજના અંતર્ગત ગરીબોને મળતો લાભ એક વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે, મફત અનાજની સપ્લાઈ હજી 1 વર્ષ ચાલુ રહેશે
- 50 નવા એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે
- કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને રાહત આપતા 50 વર્ષનું વ્યાજ મુક્ત લોનને આગામી એક વર્ષ માટે લંબાવી છે
12:13 AM
- MSME માટે જાહેરાત
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવી રહી છે અને MSME ને 2 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની યોજના છે.
12:11 AM
- નાણાકીય ક્ષેત્ર પર જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે સેબીને વધુ શક્તિશાળી બનાવવામાં આવશે. સેબી ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણપત્ર આપી શકશે અને આ નાણાકીય બજારમાં લોકોની ભાગીદારી માટે કરવામાં આવશે.
12: 07 AM
- આદિવાસી વિદ્યાર્થીઓ માટે વિદ્યાલયો બનાવવામાં આવશે
આદિવાસી વિદ્યાર્થીઓનો શિક્ષણ પુરુ પાડવા માટે 749 એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલય ખોલવામાં આવશે, જેમાં 3.5 લાખ આદિવાસી છાત્રોને અભ્યાસની તક આપવામાં આવશે. આ સાથે જ વિદ્યાલયોમાં 38,800 શિક્ષકો અને સહાયક કર્મચારીની ભરતી થશે.
12:04 AM
- યુવાનો પર સરકારનું ધ્યાન
સરકાર યુવાનો માટે કૌશલ્ય યુવા કેન્દ્રો સ્થાપવા પર ભાર મૂકશે અને વિદેશમાં નોકરીનું સ્વપ્ન જોનારા વિદ્યાર્થીઓ માટે 30 કૌશલ્ય ભારત કેન્દ્રો સ્થાપવામાં આવશે. નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ બનાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને સીધી મદદ કરવામાં આવશે. ફિનટેક સેવાઓ વધારવામાં આવશે, ડિજી લોકરની ઉપયોગિતામાં ઘણો વધારો થશે અને તેમાં તમામ ડિજિટલ દસ્તાવેજો હશે.
- બાળકો અને યુવાઓ માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી ઉભી કરવામાં આવશે
12:02 AM
- ગ્રીન ગ્રોથ પર સરકારનું ધ્યાન
નાણામંત્રીએ કહ્યું કે લોકોને રોજગારીની ગ્રીન તકો આપવામાં આવી છે અને દેશી અને વિદેશી પ્રવાસીઓએ પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા પ્રવાસનના પ્રમોશનને નવા સ્તરે લઈ જવામાં આવ્યું હતું. હાઈડ્રોજન મિશન માટે સરકાર દ્વારા 19700 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. વ્હીકલ રિપ્લેસમેન્ટ પોલિસી હેઠળ, ગ્રીન એન્વાયર્નમેન્ટ માટે પ્રદૂષિત વાહનોને રિપ્લેસમેન્ટ અથવા સ્ક્રેપિંગ જરૂરી છે. આ માટે રાજ્યોને મદદ કરવામાં આવશે, જેથી જૂના વાહનોને બદલી શકાય. તેના દ્વારા જૂની એમ્બ્યુલન્સને પણ બદલવામાં આવશે, જેથી પ્રદુષણ ઘટાડવામાં મદદ મળી શકે.
12:00AM
- ફાઇનાન્સ સેક્ટરમાં મોટી જાહેરાતો
KYC પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને નાણાકીય વ્યવસ્થા સાથે વાત કરીને તેને સંપૂર્ણ રીતે ડિજિટાઇઝ કરવામાં આવશે. વન સ્ટોપ સોલ્યુશન ઓળખ અને સરનામા માટે કરવામાં આવશે. આ ડિજી સર્વિસ લોક અને આધાર દ્વારા વન સ્ટોપ સોલ્યુશન તરીકે કરવામાં આવશે. તમામ ડિજિટલ સિસ્ટમ માટે PAN ઓળખવામાં આવશે. એકીકૃત ફાઇલિંગ પ્રક્રિયા સેટઅપ કરવામાં આવશે. કોમન પોર્ટલ દ્વારા એક જ જગ્યાએ ડેટા હશે, તેનો ઉપયોગ વિવિધ એજન્સીઓ કરી શકશે. વારંવાર ડેટા આપવાની જરૂર રહેશે નહીં, પરંતુ આ માટે યુઝરની સંમતિ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
11:58 AM
- મિશન કર્મયોગી અંતર્ગત જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે મિશન કર્મયોગી અંતર્ગત કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને આના દ્વારા ઓનલાઈન ટ્રેનિંગ પ્લેટફોર્મ શરૂ કરશે. આ માટે સરકારી કર્મચારીઓના કૌશલ્યમાં વધારો કરવામાં આવશે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ત્રણ કેન્દ્રો સ્થાપવામાં આવશે અને તેમના દ્વારા સંશોધન કરવામાં આવશે. આરોગ્ય, કૃષિ જેવા ક્ષેત્રોમાં સમસ્યાઓ દૂર કરવા પર ચર્ચા થશે.
11:56 AM
- રેલવે માટે મોટી જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જે રેલ્વે માટે અત્યાર સુધીની સૌથી વધુ બજેટ ફાળવણી છે. જે વર્ષ 2014માં આપવામાં આવેલી અંદાજપત્રીય ફાળવણી કરતાં 9 ગણી વધારે છે.
11:46AM
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ અમારી ત્રીજી પ્રાથમિકતા હશે અને સરકારે મૂડી ખર્ચમાં 33 ટકાનો વધારો કર્યો છે. તેમાં વધારો કરવામાં આવ્યો છે જેથી દેશના વિકાસને વેગ મળે. તેનાથી રોજગારમાં મદદ મળશે.
11:44 AM
- દેશમાં નવી 157 મેડિકલ કોલેજ બનાવવામાં આવશે
- પર્યટક ક્ષેત્ર વિકાસ કરી રોજગારીની તકો ઉભી કરવામાં આવશે
- પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે
- માછીમારો વિશેષ સહાય જાહેર કરવામાં આવશે
11: 30AM
- નાણામંત્રીએ કહ્યું કે આ બજેટમાં 7 પ્રાથમિકતાઓ હશે. એગ્રીકલ્ચર એક્સીલેટર ફંડથી એગ્રી સ્ટાર્ટઅપ્સનો વિકાસ થશે. આનાથી ખેડૂતોને મદદ મળશે અને તેઓ પડકારોનો સામનો કરી શકશે અને તેનાથી ઉત્પાદકતામાં વધારો થશે. આ ખેડૂતો, રાજ્ય અને ઉદ્યોગ ભાગીદાર વચ્ચે કરવામાં આવશે. બજેટમાં સરકારની સાત પ્રાથમિકતાઓ છે. વંચિતોને પ્રાધાન્ય આપવું એ સરકારની પ્રાથમિકતા છે.
11: 26 AM
- સરકારની પ્રથમ 5 મોટી જાહેરાતો
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ ટૂંક સમયમાં બનાવવામાં આવશે. India@ 100 દ્વારા દેશ વિશ્વભરમાં મજબૂત થશે. ગ્રામીણ મહિલાઓ માટે 81 લાખ સ્વ-સહાય જૂથોને મદદ મળી છે, જેમાં વધુ વધારો કરવામાં આવશે. પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન, હસ્તકલા અને વેપારમાં કામ કરતા લોકોએ કલા અને હસ્તકલામાં યોગદાન આપ્યું. જે આત્મનિર્ભર ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આના દ્વારા માત્ર આર્થિક મદદ જ નહીં પરંતુ તેમની ટેકનિકલ કૌશલ્ય સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
11:22 AM
- નાણામંત્રી નિર્મલા સીતારમણે સિદ્ધિઓની યાદી આપી
સરકારને કોવિડ રસીના 220 કરોડ ડોઝ મળ્યા છે અને 44.6 કરોડ લોકોને તે પીએમ સુરક્ષા અને પીએમ જીવન જ્યોતિ યોજનામાંથી મળ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા કરોડો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. જનભાગીદારી હેઠળ સરકાર સબકા સાથ, સબકા વિકાસ દ્વારા આગળ વધી છે. 28 મહિનામાં 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે, જે નાની વાત નથી.
11:20 AM
- પશુપાલન, ડેરી અને માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશેઃ સીતારમણ
The agricultural credit target will be increased to Rs 20 lakh crores with a focus on animal husbandry, dairy and fisheries: FM Sitharaman pic.twitter.com/A8rOgufZK2
— ANI (@ANI) February 1, 2023
11: 14 AM
- વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી દર 7 ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે. સરકારનું વિશેષ ભાર એ છે કે રોજગારીની તકો વધારી શકાય. ભારત તરફથી G20 પ્રમુખપદ એક મોટી તક છે અને તે ભારતની તાકાત દર્શાવે છે. નાણામંત્રીએ કહ્યું કે, દુનિયાએ ભારતને એક ચમકતા તારા તરીકે માન્યતા આપી છે.
11:12 AM
- આઝાદીના અમૃતકાલનું આ પ્રથમ બજેટ
નાણામંત્રીએ કહ્યું કે દેશની આઝાદીના સુવર્ણકાળનું આ પ્રથમ બજેટ છે. અમે દરેક વિભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, અમારું વર્તમાન વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ છે અને ભારત પડકારજનક સમયમાં ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વભરના લોકોએ ભારતના વિકાસની પ્રશંસા કરી છે અને આ બજેટ આગામી 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટ છે. કોવિડ રસીકરણ અભિયાન દેશને એક નવા સ્તરે લઈ ગયો છે અને વિશ્વએ ભારતની શક્તિને ઓળખી છે.
11:09 AM
- નાણાં પ્રધાને ભાષણની શરૂઆત કરતાં રહ્યું કે વિશ્વએ સ્વીકાર્યું છે કે ભારતીય અર્થતંત્ર એક ચમકતો સિતારો છે. એવું માનવામાં આવે છે કે આપણી અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ કરશે, જે વિશ્વના અર્થતંત્રમાં સૌથી વધુ છે.
- નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં બજેટ 2023 કર્યુ પ્રસ્તુત
Delhi | Finance Minister Nirmala Sitharaman presents #UnionBudget 2023-24
— ANI (@ANI) February 1, 2023
"This is the first Budget in Amrit Kaal," FM says. pic.twitter.com/JEExXWl2Ko
વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતાઓની ઉપસ્થિતમાં નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે.
10:47AM
- ટ્રકમાં ભરીને લાવવામાં આવી બજેટની કોપીએ
#WATCH | Delhi: Copies of #UnionBudget2023 arrive at the Parliament. pic.twitter.com/lkmcKrIRpu
— ANI (@ANI) February 1, 2023
નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચી ચુક્યાં છે. આ સાથે જ બજેટની કોપીઓને પણ ટ્રકમાં લાવવામાં આવી છે. આ કોપીઓ સંસદ સભ્યોને વહેંચવામાં આવશે.
10:19AM
- પીએમ મોદી (PM Modi)ની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક સંસદમાં શરૂ થઈ
Union Cabinet meeting chaired by PM Modi begins at Parliament
— ANI (@ANI) February 1, 2023
After the Cabinet approves the Budget 2023, it will be presented in Parliament by FM Sitharaman https://t.co/81tpIKyuVM
કેબિનેટે બજેટ 2023ને મંજૂરી આપ્યા બાદ, તેને એફએમ સીતારમણ સંસદમાં રજૂ કરશે
10:15 AM
- કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડી સંસદ પહોંચ્યા.
#UnionBudget2023 | Union Ministers Anurag Thakur and G Kishan Reddy arrive at the Parliament. pic.twitter.com/kgp3OOWyoj
— ANI (@ANI) February 1, 2023
10:10 AM
Delhi | Union Home Minister Amit Shah and Defence Minister Rajnath Singh arrive at the Parliament. A Union Cabinet meeting will be held here shortly. Following this, Union Finance Minister Nirmala Sitharaman will present the #UnionBudget2023 at the Parliament, at 11 am. pic.twitter.com/2YifN3a3Zf
— ANI (@ANI) February 1, 2023
- કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ પહોંચ્યા સંસદ ભવન
10:05 AM
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે. થોડીવારમાં કેબિનેટની બેઠક શરૂ થશે.
10:00 AM
- સંસદ ભવન પહોંચ્યા નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ
#WATCH | Finance Minister Nirmala Sitharaman proceeds to Parliament to attend the Union Cabinet meeting chaired by PM Modi. She will present the Budget 2023-24 at 11am pic.twitter.com/4GsOEtw9qb
— ANI (@ANI) February 1, 2023
અહીં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે, જેના પછી નાણાપ્રધાન 11 વાગ્યે સંસદમાં #UnionBudget2023 રજૂ કરશે.
09:55 AM
- રાષ્ટ્રપતિએ બજેટને ઔપચારિક મંજૂરી આપી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટને ઔપચારિક મંજૂરી આપી દીધી છે.
09: 35 AM
- કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યમંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી
Union Minister of Finance and Corporate Affairs Nirmala Sitharaman, MoS Dr Bhagwat Kishanrao Karad, MoS Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union Budget 2023-24. pic.twitter.com/S9GJiDG1aw
— ANI (@ANI) February 1, 2023
09:15 AM
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. આ પછી, નાણા પ્રધાન કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેશે અને પછી કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરશે.
09:11 AM
- 2024ની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે.
#WATCH | Delhi: Union Finance Minister Nirmala Sitharaman all set to present the #UnionBudget2023 at 11am today.
— ANI (@ANI) February 1, 2023
This is the BJP government`s last full Budget before the 2024 general elections. pic.twitter.com/8CFywfihvq
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)આજે એટલે કે બુધવારે સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ 2023-24 (Union Budget 2023-24) રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. આ બજેટમાં સરકાર તરફથી મોટી જાહેરાતો થવાની આશા છે.
આ પણ વાંચો: જ્યારે બજેટમાં થઈ હતી મેરિડ અને અનમેરિડ માટે અલગ-અલગ ટેક્સની જોગવાઈ
નાણામંત્રીના કાર્યક્રમ પર નજર કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 8.40 વાગે નોર્થ બ્લોક સ્થિત ઓફિસમાં પહોંચી ગયા હતા. સવારે 9 વાગે નોર્થ બ્લોકથી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થશે. 9.45 પર બજેટની નકલ સાથે રાષ્ટ્રપતિને મળશે. સવારે 10 વાગ્યે ખાતાવહી સાથે સંસદ ભવન પહોંચશે. કેબિનેટમાં 10.15 અને 11 વાગ્યે બજેટને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવશે
નાણામંત્રી લોકસભામાં બજેટ રજૂ કરશે
નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે કહ્યું કે કોવિડ રોગચાળામાંથી સાજા થયા બાદ દેશે સારી રિકવરી દર્શાવી છે. જો આપણે આર્થિક સર્વે પર નજર કરીએ તો તમામ ક્ષેત્રોમાં સારી પ્રગતિ જોવા મળી છે. અન્ય દેશોની સરખામણીએ આપણી અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે. 2014માં જ્યારે મોદી સરકાર આવી ત્યારે ભારતની અર્થવ્યવસ્થા 10મા સ્થાને હતી અને આજે તે 5મા સ્થાને આવી ગઈ છે.