તેના ભાઈ અને કુખ્યાત ક્રિમિનલ મુખ્તાર અન્સારીને પણ આ જ કેસમાં દોષી ગણાવવામાં આવ્યો છે અને તેને ૧૦ વર્ષ જેલની સજા કરવામાં આવી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બીએસપીના અફઝલ અન્સારીને ગઈ કાલે લોકસભાના સભ્ય તરીકે ડિસક્વૉલિફાય કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં એક અદાલત દ્વારા અપહરણ અને હત્યાના કેસમાં તેને દોષી ગણાવાયો અને ચાર વર્ષ કેદની સજા આપવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગાઝીપુરથી લોકસભાના સભ્ય અન્સારીને શનિવારે એમપી-એમએલએ અદાલત દ્વારા સજા આપવામાં આવી હતી. તેના ભાઈ અને કુખ્યાત ક્રિમિનલ મુખ્તાર અન્સારીને પણ આ જ કેસમાં દોષી ગણાવવામાં આવ્યો છે અને તેને ૧૦ વર્ષ જેલની સજા કરવામાં આવી છે. આ બન્ને ભાઈઓની વિરુદ્ધ યુપી ગૅન્ગસ્ટર્સ ઍક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.