ગેંગસ્ટર અતીક અહેમદ(Gangster Atiq Killed) અને તેના ભાઈ અશરફ અહેમદને પ્રયાગરાજમાં તબીબી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ગોળી મારી દેવામાં આવી છે.
અતીક અહેમદ
ગેંગસ્ટર અતીક અહેમદ (Gangster Atiq Killed) અને તેના ભાઈ અશરફ અહેમદને પ્રયાગરાજ (Uttar Pradesh) માં તબીબી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ગોળી મારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેથી ત્રણ બદમાશોએ અતીક અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું. અતીક અને અશરફ પોલીસ કસ્ટડીમાં હતા. માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને લઈને પોલીસ ટીમે આજે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા.
#WATCH | Uttar Pradesh: Moment when Mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed were shot dead while interacting with media.
— ANI (@ANI) April 15, 2023
(Warning: Disturbing Visuals) pic.twitter.com/xCmf0kOfcQ
ADVERTISEMENT
પોલીસ ટીમે શહેરના ચાકિયા, કસરી મસારી અને પીપલ ગામ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. અતીક અહેમદ 2005ના બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસ અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉમેશ પાલ હત્યા કેસમાં પણ આરોપી હતો. આ પહેલા 13 એપ્રિલે ઝાંસીમાં એન્કાઉન્ટરમાં અતીકનો પુત્ર અસદ અહમદ માર્યો ગયો હતો, શૂટર ગુલામની સાથે યુપી એસટીએફ દ્વારા પણ માર્યો ગયો હતો.