Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સિક્કિમમાં એક ટ્રક ઊંડી ખીણમાં ખાબક્યો, 16 જવાનો શહીદ

સિક્કિમમાં એક ટ્રક ઊંડી ખીણમાં ખાબક્યો, 16 જવાનો શહીદ

Published : 23 December, 2022 03:33 PM | Modified : 24 December, 2022 10:37 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સિક્કિમમાં એક ગોઝારો અક્સ્માત થયો છે. આજે એટલે કે શુક્રવારે જવાનોની એક બસ ઊંડી ખીણમાં ખાબકી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સિક્કિમ (Sikkim Bus Accident)માં એક ગોઝારો અક્સ્માત થયો છે. આજે એટલે કે શુક્રવારે જવાનોની એક ટ્રક ઊંડી ખીણમાં ખાબકી છે. જેમાં 16 જવાનો શહીદ થયા છે. ઘટનાસ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી છે. આ સાથે જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 


સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં સેનાના 16 જવાન શહીદ થયા છે. સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના ઉત્તર સિક્કિમના ગેમામાં બની હતી. દુર્ઘટનાગ્રસ્ત વાહન ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતો, જે સવારે ચતનથી થંગુ તરફ આગળ વધ્યો હતો.



પીઆરઓ ડિફેન્સ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતના જણાવ્યા અનુસાર, જેમાના માર્ગ પર એક તીવ્ર વળાંક પર વાહન એકદમ ઢોળાવ પરથી નીચે આવી ગયું. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. દુર્ભાગ્યવશ, ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં મૃત્યુ પામ્યા હતા. ભારતીય સેના દુખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.


આ પણ વાંચો: છૂટી ગયો બિકિની કિલર ચાર્લ્સ શોભરાજ: ૧૯ વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઉત્તર સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સૈન્યના જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છું, એમ તેમણે જણાવ્યું હતું. રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે ખૂબ જ આભારી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2022 10:37 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK