દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારા ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો કોલ આવ્યો હતો. આ સમાચાર મળતાં જ તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર અચાનક લોકોને ગભરાવી નાખે તેવી માહિતી મળી હતી. આ માહિતી મુજબ દિલ્હી-પુણે વિસ્તારા ફ્લાઈટમાં બૉમ્બ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફ્લાઇટની અંદર બૉમ્બ હોવાના સમાચાર મળતાં જ તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા.
મળેલી માહિતી અમુસાર કોઈ ખરાબ ઘટના ન બને તે માટે સલામતીના ભાગ રૂપે સૌ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આવા સમાચાર આવ્યા બાદ તરત વિમાનને ખાલી કરી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ જીએમઆર કોલ સેન્ટરને ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો કોલ આવ્યો હતો. એરપોર્ટ પર આઇસોલેશન બેમાં એરક્રાફ્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિમાનના એકેક ખૂણાની બરાબર તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ પ્લેનમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નહોતી. CISF અને દિલ્હી પોલીસ (Delhi Police)ના વરિષ્ઠ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી.
આ પહેલા પણ આ જ એરલાઇન્સમાં એક ઘટના બની હતી. દિલ્હીથી જર્મનીના ફ્રેન્કફર્ટ જતી ગરમ પીણું પડતાં એક છોકરી દાઝી ગઈ હતી. આ ઘટના બની ત્યારબાદ વિસ્તારા એરલાઈન્સે એક નિવેદન જારી કર્યું હતું. તે નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના 11 ઓગસ્ટના રોજ ફ્લાઈટ UK 25માં બની હતી. દિલ્હી-ફ્રેન્કફર્ટ ફ્લાઇટમાં 10 વર્ષની બાળકી જઈ રહી હતી. આ બાળકી પર ગરમ પીણું ઢોળાઈ જવાથી તે ઘાયલ થઈ હતી. આ ઘટના બન્યા બાદ કંપનીએ બાળકીની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો હતો.
મળતી માહિતી મુજબ લગભગ આ બાળકી 10 વર્ષની હતી. તે બાળકી તેના માતા-પિતા સાથે મુસાફરી કરી રહી હતી. કંપનીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કંપનીના કેબિન ક્રૂએ છોકરીના માતા-પિતાની વિનંતી કરવાથી ચોકલેટ આપી હતી. આ બાળકી ચંચલ સ્વભાવની હોવાથી ગરમ પાણી તેના પર ઢોળાયું હતું. આ ઘટના થયા બાદ તરત જ કંપનીના ક્રૂએ બાળકીને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને બાળકીને તેના માતા-પિતા સાથે હોસ્પિટલ મોકલવામાં આવી હતી.
પ્લેનમાં બૉમ્બ હોવાના ખોટ કોલની ઘટના આ પહેલા પણ સામે આવેલી છે. જાન્યુઆરીમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Indira Gandhi International Airport) પર આવા જ સમાચારને કારણે ખળભળાટ મચી ગયો હતો. દિલ્હી પોલીસને આવો આવ્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને દિલ્હીથી પુણે જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાની માહિતી આપી હતી.
આ માહિતી ત્યારે મળી હતી જ્યારે ફ્લાઈટ દિલ્હી એરપોર્ટથી પુણે જવા માટે રવાના થવાની હતી. આ બાદ તરત જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મુસાફરોને પણ વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. પ્લેનમાં બૉમ્બ હોવાની માહિતી મળતા જ તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તપાસમાં સામે આવ્યું હતું કે આ માહિતી ખોટી છે.