Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનના પ્રતાપગઢમાં મહિલાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી, પોલીસે તપાસ કરી શરૂ

રાજસ્થાનના પ્રતાપગઢમાં મહિલાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી, પોલીસે તપાસ કરી શરૂ

Published : 02 September, 2023 01:10 PM | IST | Rajasthan
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે પરિણીત હોવા છતાં બીજા પુરુષ સાથે રહેવાને કારણે નાખુશ મહિલાના સાસરીવાળાએ કહેવાતી રીતે તેનું અપહરણ કર્યું અને તેને પોતાના ગામ લઈ ગયા જ્યાં તેને પીટવામાં આવી અને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી.

અશોક ગેહલોત (ફાઈલ તસવીર)

અશોક ગેહલોત (ફાઈલ તસવીર)


રાજસ્થાનના પ્રતાપગઢમાં મણિપુર જેવી શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક ગામમાં આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી. તેની સાથે મારપીટ કરવામાં આવી. આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી. મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિર્દેશ પર પોલીસ મહાનિદેશક ઉમેશ મિશ્રા પોતે શુક્રવારે રાતે એક્શનમાં આવ્યા. તેમણે પોલીસ મહાનિદેશક (ક્રાઈમ બ્રાન્ચ) દિનેશ એમએનને પ્રતાપગઢ મોકલવામાં આવ્યા. શનિવારે સવારે મળેલી માહિતી પ્રમાણે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં ગુરુવારે કહેવાતી રીતે એક આદિવાસી મહિલાને તેના પતિએ માર માર્યો, નિર્વસ્ત્ર કરી અને તેને ગામમાં ફેરવી. હુમલાના એક ચોંકાવનારા વીડિયોમાં એક શખ્સ, કહેવાતી રીતે પતિ, 21 વર્ષીય મહિલાને તેના ઘરની બહાર નિર્વસ્ત્ર કરી રહ્યો છે અને તે મદદ માટે બોલાવી રહી છે. મહિલા ગર્ભવતી કહેવામાં આવી રહી છે. પોલીસ પ્રમાણે, મહિલા કહેવાતીરીતે કોઈ અન્ય પુરુષ સાથે સંબંધમાં હતી, જેને કારણે તેના પર હુમલો થયો.



બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રાજસ્થાનની શરમાવનારી ઘટના પર કૉંગ્રેસ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના પ્રતાપગઢનો વીડિયો ચોંકાવનારો  છે. આથી પણ ખરાબ વાત એ છે કે રાજસ્થાનમાં શાસન વ્યવસ્થા સંપૂર્ણ રીતે વ્યર્થ છે. મુખ્યમંત્રી અને મંત્રી જૂથના ઝગડા ઉકેલવામાં વ્યસ્ત છે, અને બાકીનો સમય દિલ્હીમાં એક રાજવંશને ખુશ કરવામાં પસાર થઈ રહ્યો છે. આમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દા તરફ સંપૂર્ણ રીતે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. મોટા ભાગે મહિલાઓ વિરુદ્ધ ઉત્પીડનની કોઇક ને કોઇક ઘટના સામે આવતી રહે છે. રાજસ્થાનની જનતા રાજ્ય સરકારને સબક શીખવશે.



મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોડી રાતે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે, "પ્રતાપગઢ જિલ્લામાં સાસરીવાળા પારિવારિક વિવાદને કારણે એક મહિલાને તેના સાસરીવાળા દ્વારા નિર્વસ્ત્ર કરવાનો વીડિયો સામે આવ્યો છે. મહાનિદેશક પોલીસને નિર્દેશ આપવામાં આવે છે કે એડીજી ક્રાઈમ સીન પર મોકલીને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે. આવા ક્રાઈમ માટે સભ્ય સમાજમાં કોઈ જગ્યા નથી. આ અપરાધીઓને શક્ય તેટલી ઝડપે જેલમાં નાખવામાં આવશે અને તેના પર કેસ ચલાવવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કૉર્ટમાં સજા સંભળાવવામાં આવે."

રાજસ્થાનના પોલીસ મહાનિદેશક (ડીજીપી) ઉમેશ મિશ્રાએ કહ્યું કે પરિણીત હોવા છતાં બીજા પુરુષ સાથે રહેવાથી નાખુશ મહિલાના સાસરીવાળાએ કહેવાતી રીતે તેનું અપહરણ કરી લીધું અને તેને પોતાના ગામ લઈ ગયા, ત્યાં તેની ધોલાઈ કરવામાં આવી ત્યાર બાદ તેને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી. શીર્ષ પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓની ધરપકડ કરવા માટે છ ટીમ બનાવવામાં આવી છે અને પ્રતાપગઢના પોલીસ અધિક્ષક અમિત કુમાર ગામમાં ડ્યૂટિ પર છે.

વીડિયો વાયરલ થતા એક્શનમાં આવી પોલીસ, મુખ્યમંત્રીએ આપ્યા નિર્દેશ
મહિલા સાથે આ હેવાનિયતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. મહિલાના પૂર્વ પતિ કાના સહિત ત્રણ લોકોને અટકમાં લેવામાં આવ્યા. જ્યારે અન્ય ત્રણની શોધ કરવામાં આવી રહી છે. આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તરત એક્શન લેતા પોલીસ મહાનિદેશક ઉમેશ મિશ્રાને કાર્યવાહીના નિર્દેશ આપ્યા. શુક્રવારે મોડી રાતે જયપુર એડીજી દિનેશ એમએનને પ્રતાપગઢ મોકલી દેવામાં આવ્યા છે.

આ હેવાનિયત પાછળ પિયર અને સાસરી પક્ષમાં વિવાદ
ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે પ્રતાપગઢ જિલ્લામાં મહિલા સાથે થયેલી ઘટના નિંદનીય છે. પિયર અને સાસરી પક્ષના પારિવારિક વિવાદમાં સાસરી પક્ષના લોકોએ આ શરમજનક કામ કર્યું છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આરોપીઓની ધરપકડ માટે છ ટીમ બનાવવામાં આવી અને પ્રતાપગઢ પોલીસ અધિકારી અમિત કુમાર પણ ગામમાં જ કૅમ્પિંગ કરી રહ્યા છે.

બીજેપીએ સરકારને ઘેરી, વસુંધરા રાજેએ વીડિયો શૅર ન કરવાની કરી અપીલ
બીજેપી પ્રદેશાધ્યક્ષ સીપી જોશીએ આ મામલે કહ્યું કે, "આજે રાજસ્થાન ફરી શરમમાં છે. પ્રતાપગઢ જિલ્લાના ધરિયાવદ તહેસીલના પહાડા ગ્રામ પંચાયતના નીચેના ક્વોટામાં મહિલા અત્યાચારની ઘટનાની પ્રશાસનને અણસાર ન આવવો જમાવે છે કે આખરે રાજસ્થાન કેમ મહિલા દુષ્કર્મ અને અત્યાચારમાં નંબર 1 પર છે." પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ મામલે સરકારની ટીકા કરતા કહ્યું કે લોકો સામે ગર્ભવતી મહિલાને નિર્વસ્ત્ર કરી ફેરવવાનો વીડિયો વાયરલ થયો પણ પ્રશાસનને આ વાતની માહિતી નથી. તેમણે કહ્યું કે આ ઘટનારે રાજસ્થાનને શરમાવી છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર વીડિયો શૅર ન કરવાની પણ અપીલ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2023 01:10 PM IST | Rajasthan | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK