લવ જેહાદ વિશે તેમણે કહ્યું હતું કે ‘લવ જેહાદ, તેમની પાસે જેહાદની પરંપરા છે અને કંઈ નહીં તો લવ જેહાદ કરે છે
પ્રજ્ઞા ઠાકુર (તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી)
શિવમોગા : બીજેપીનાં સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અવારનવાર તેમનાં સ્ટેટમેન્ટ્સના કારણે ચર્ચામાં રહે છે. હવે વધુ એક વખત તેમણે વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમણે હિન્દુઓને પોતાનાં ઘરોમાં હથિયાર રાખવાની સલાહ આપી છે.
કર્ણાટકના શિવમોગામાં એક કાર્યક્રમને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘હિન્દુઓને પોતાની અસ્મિતા પર હુમલા કરનારાઓને જવાબ આપવાનો અધિકાર છે. પોતાનાં ઘરોમાં હથિયાર રાખો અને કંઈ નહીં તો ઓછીમાં ઓછી શાકભાજી કાપવા માટેની છરી શાર્પ રાખો. કોણ જાણે કંઈ સ્થિતિ સર્જાય. તમામને પોતાનું રક્ષણ કરવાનો અધિકાર છે.’ લવ જેહાદ વિશે તેમણે કહ્યું હતું કે ‘લવ જેહાદ, તેમની પાસે જેહાદની પરંપરા છે અને કંઈ નહીં તો લવ જેહાદ કરે છે. પ્રેમ પણ કરે છે તો એમાં જેહાદ કરે છે.’

