બિહારમાં BJPના વિધાનસભ્ય મિથિલેશ કુમારે દશેરાએ છોકરીઓને તલવારો વહેંચી એનો વિવાદ થયો
મિથિલેશ કુમાર
બિહારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સીતામઢીના વિધાનસભ્ય મિથિલેશ કુમારે દશેરા નિમિત્તે શનિવારે સીતામઢી જિલ્લામાં છોકરીઓને તલવારો વહેંચતાં વિવાદ થયો હતો.
સીતામઢી શહેરના કાપ્રોલ રોડ પરના પૂજા-મંડપમાં શસ્ત્રપૂજન કર્યા બાદ મિથિલેશ કુમારે છોકરીઓને તલવારો આપતાં આહ્વાન કર્યું હતું કે ‘જો કોઈ માણસ બહેન-દીકરીઓને ખરાબ રીતે સ્પર્શ કરે તો આ તલવારથી તેના હાથ કાપી નાખજો. આપણે જ આપણી બહેન-દીકરીઓને તેમને હાથ લગાવનારા લોકોના હાથ કાપવા સક્ષમ કરવી પડશે અને જરૂર પડ્યે એ કામ આપણે કરીશું. આપણી બહેન-દીકરીઓ પર ખરાબ નજર ધરાવતાં એ તમામ તત્ત્વોનો આપણે ખાતમો કરવો પડશે.’