સવારે તેઓ યમુના ઘાટ પર પહોંચીને બોટમાં સવાર થઈને નદીમાં ગયા અને કેજરીવાલના કટઆઉટને ડૂબકીઓ લગાવડાવી હતી
પ્રવેશ વર્માએ ગઈ કાલે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ફુલ સાઇઝના કટઆઉટને ગંદી યમુના નદીમાં ડૂબકી લગાવડાવી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પ્રવેશ વર્માએ ગઈ કાલે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ફુલ સાઇઝના કટઆઉટને ગંદી યમુના નદીમાં ડૂબકી લગાવડાવી હતી. ગઈ કાલે સવારે તેઓ યમુના ઘાટ પર પહોંચીને બોટમાં સવાર થઈને નદીમાં ગયા અને કેજરીવાલના કટઆઉટને ડૂબકીઓ લગાવડાવી હતી. કટઆઉટમાં કેજરીવાલને કાન પકડ્યા હોય એવી મુદ્રામાં દર્શાવવામાં આવ્યા હતા. કટઆઉટ પર લખવામાં આવ્યું હતું કે ‘હું ફેલ થઈ ગયો. હું યમુના નદી સાફ કરી શક્યો નથી, મને માફ કરજો. મને મત આપતા નહીં.’
આ મુદ્દે પ્રવેશ વર્માએ કહ્યું હતું કે કેજરીવાલ યમુના નદી સાફ કરી શક્યા નથી, અમારી સરકાર આવતાં જ સાબરમતી રિવરફ્રન્ટની જેમ યમુના રિવરફ્રન્ટ બનાવવામાં આવશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ સામે પ્રવેશ વર્મા મેદાનમાં છે.