પોસ્ટમાં લખ્યું હતું કે પ્રિય સલમાન ખાન, બિશ્નોઈ સમાજ કાળિયારને દેવ તરીકે પૂજે છે. તેં એનો શિકાર કર્યો. આના કારણે બિશ્નોઈ સમાજ તારા પર લાંબા સમયથી નારાજ અને ગુસ્સે છે
હરનાથ સિંહ યાદવ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સંસદસભ્ય હરનાથ સિંહ યાદવે સલમાન ખાનને બિશ્નોઈ સમાજની માફી માગી લેવાની સલાહ આપી હતી. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે પ્રિય સલમાન ખાન, બિશ્નોઈ સમાજ કાળિયારને દેવ તરીકે પૂજે છે. તેં એનો શિકાર કર્યો, એને રાંધીને ખાઈ પણ લીધું. આના કારણે બિશ્નોઈ સમાજ તારા પર લાંબા સમયથી નારાજ અને ગુસ્સે છે. મારી તને એવી સલાહ છે કે તું તેમની માફી માગી લે. સલમાન ખાનને લોઅર કોર્ટે પાંચ વર્ષની સજા કરી છે. માણસ ભૂલો કરે છે અને સલમાન ખાન તો તેના ચાહકોમાં ઘણો પૉપ્યુલર છે. આ વિવાદનો અંત લાવવા માટે તેણે માફી માગી લેવી જોઈએ. માફી માગી લેવાથી કોઈની મહત્તા ઘટી જવાની નથી, ઊલટું એનાથી એ વધે છે.