ભાજપના એક નેતાએ કહ્યું કે હત્યાના પ્રયત્નમાં આ ફાયરિંગ કરવામાં આવી અને કુલ 7 ગોળીઓ ચલાવવામાં આવી હતી. ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેએ કહ્યું કે સત્તાધારી દળ સાથે જોડાયેલા લોકોએ આ હુમલો કર્યો છે.
બંગાળ (પ્રતીકાત્મક તસવીર)
ભાજપના એક નેતાએ કહ્યું કે હત્યાના પ્રયત્નમાં આ ફાયરિંગ કરવામાં આવી અને કુલ 7 ગોળીઓ ચલાવવામાં આવી હતી. ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેએ કહ્યું કે સત્તાધારી દળ સાથે જોડાયેલા લોકોએ આ હુમલો કર્યો છે. તેમની કારના કાચમાં દેખાતા ગોળીના નિશાનવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભાજપના બંગાળ બંધ દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. એક ભાજપ નેતાએ દાવો કર્યો છે કે તેમની કાર પર સામેથી ટીએમસીના કાર્યકર્તાઓએ ફાયરિંગ કરી છે. આ ગોળીબારમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ઉત્તર 24 પરગણાના ભાટપારા વિસ્તારની છે. એક પાર્ટી લીડરે કહ્યું કે હત્યાના પ્રયત્નમાં જ આ ફાયરિંગ કરવામા આવી અને કુલ 7 ગોળીઓ ચલાવવામાં આવી હતી. ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેએ કહ્યું કે સત્તાધારી દળ સાથે જોડાયેલા લોકોએ આ હુમલો કર્યો છે. તેમની કારના કાંચમાં દેખાતા ગોળીઓના નિશાનવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ મામલાની માહિતી આપતાં બંગાળના બીજેપી નેતા અર્જુન સિંહે કહ્યું કે ટીએમસીના લોકોએ આ કર્યું છે. તેમણે કહ્યું કે પ્રિયંગુ પાંડે અમારી પાર્ટીના નેતા છે. જ્યારે તે આવી રહ્યો હતો ત્યારે તેની કાર પર બોમ્બ ફાયર કરવામાં આવ્યો હતો. જ્યારે વાહન ન રોકાયું, ત્યારે ફરીથી ગોળીબાર કરવામાં આવ્યો. ડ્રાઇવરના માથા પાસે ગોળી વાગી હતી. આ સિવાય અન્ય એક વ્યક્તિ રવિ સિંહનું મોત થયું હતું. પ્રિયાંગુ પાંડેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને ભગવાનના આશીર્વાદથી તે કોઈક રીતે બચી ગયો હતો. તેમના પર ગોળીબાર કરનારા લોકો જુગારનું રેકેટ ચલાવે છે અને આ બધું ACPની દેખરેખ હેઠળ થયું હતું.
View this post on Instagram
તેમણે કહ્યું કે એસીપીએ મંગળવારે જ કહ્યું હતું કે બંગાળ બંધ દરમિયાન ભાટપારામાં બીજેપીનો કોઈ વ્યક્તિ જોવા ન જોઈએ. અર્જુન સિંહે કહ્યું કે, જે બે લોકો પર હુમલો થયો છે તેમાંથી એકની હાલત ગંભીર છે. બીજેપી નેતાએ કહ્યું કે ટીએમસી પાસે હવે કંઈ બચ્યું નથી. તેમની પાસે બે જ વસ્તુ છે - પોલીસ અને ગુંડા. તેમનો વિરોધ કરીને પણ કંઈ થવાનું નથી. આપણે પ્રતિભાવ વિશે વિચારવું પડશે. અર્જુન સિંહે આ ઘટનાનો વિરોધ કર્યો અને કહ્યું કે સૌથી પહેલા જીવ બચાવવો જોઈએ. તે પછી કંઈક કરવામાં આવશે.
નોંધનીય છે કે, આ વિરોધ-પ્રદર્શનનું આયોજન રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીના સ્ટુડન્ટ પ્રબીર દાસ, કલ્યાણી યુનિવર્સિટીના શુભંકર હલદર અને સયાન લાહિડીએ કર્યું હતું. એક ફેસબુક-પોસ્ટ બાદ આ વિરોધ શરૂ થયો છે. તેમણે કહ્યું હતું કે ‘અમારે રાજકારણ સાથે લેવાદેવા નથી, અમારી ત્રણ માગણી છે. બળાત્કાર બાદ જેની હત્યા કરી દેવાઈ છે એ ટ્રેઇની ડૉક્ટરને ન્યાય મળે, ગુનેગારને મોતની સજા થાય અને મુખ્ય પ્રધાન મમતા બૅનરજી રાજીનામું આપે.’
નબન્નાભવન પર ૬૦૦૦ પોલીસકર્મી ખડકી દેવાયા
સ્ટુડન્ટ્સની પ્રોટેસ્ટ-માર્ચને કલકત્તા પોલીસે પરવાનગી આપી નહોતી. આમ છતાં પ્રતિબંધાત્મક ઉપાયરૂપે પોલીસે સ્ટેટ સેક્રેટરિયેટ નબન્નાભવનની આસપાસ ત્રણ લેયરનો સખત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, આશરે ૬૦૦૦ પોલીસકર્મી તહેનાત કરી દેવાયા હતા. ૧૯ સ્થળે બૅરિકેડ્સ લગાવી દેવામાં આવ્યાં હતાં. પાંચ અલગ-અલગ મહત્ત્પૂર્ણ સ્થાનો પર ઍલ્યુમિનિયમનાં બૅરિકેડ્સ લગાવી દેવાયાં હતાં. હાવડા બ્રિજને બન્ને તરફથી સીલ કરી દેવાયો હતો. ડ્રોન-કૅમેરાથી પણ સતત સર્વેલન્સ કરવામાં આવતું હતું.