Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૫૬ ઇંચની છાતીને ખડગેએ આપ્યો પડકાર તો સામેથી થયો પ્રતિકાર

૫૬ ઇંચની છાતીને ખડગેએ આપ્યો પડકાર તો સામેથી થયો પ્રતિકાર

Published : 21 December, 2022 10:35 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીએમ મોદી વિશેની કૉન્ગ્રેસના અધ્યક્ષની ‘વાંધાજનક કમેન્ટ્સ’ને લઈને રાજ્યસભામાં શાસક અને વિપક્ષના સભ્યો આમનેસામને

બીજેપી માટે કૂતરાં-બિલાડા જેવી ભાષાનો ઉપયોગ કરનાર કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ભોજન લીધું હતું. સાથે હતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ.

બીજેપી માટે કૂતરાં-બિલાડા જેવી ભાષાનો ઉપયોગ કરનાર કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ભોજન લીધું હતું. સાથે હતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ.


નવી દિલ્હી (પી.ટી.આઇ.) : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જાતને ૫૬ ઇંચની છાતી અને સિંહ જેવું કાળજું ધરાવતી વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે એવા સમયે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાનના અલવરમાં પીએમ વિશે વાત કરતી વખતે ક્યારેક ‘ઉંદર’ તો ક્યારેક ‘કૂતરા’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. જેના મામલે ગઈ કાલે રાજ્ય સભામાં શાસક અને વિપક્ષના સભ્યો આમનેસામને આવી ગયા હતા. શાસક પક્ષના સભ્યોએ ખડગે માફી માગે એવી માગણી કરી હતી. જોકે ખડગેએ એમ કહીને આ માગણી ફગાવી દીધી કે આ કમેન્ટ્સ સંસદની બહાર આપવામાં આવી હતી અને એના વિશે સંસદમાં ચર્ચા ન થવી જોઈએ. 


વાસ્તવમાં અરુણાચલ પ્રદેશમાં તવાંગથી તો ભારતીય સૈનિકોએ ઘૂસણખોરી કરનારા ચાઇનીઝ સૈનિકોને પાછા મોકલી દીધા હતા. જોકે એના દિવસો પછી પણ એ મુદ્દો રાજકારણમાં ગુંજી રહ્યો છે. 



રાજસ્થાનમાં સોમવારે એક રૅલીમાં ખડગેએ કહ્યું હતું કે ‘અમે સંસદમાં બૉર્ડરના ઇશ્યુ પર, ચીન જે આક્રમણ કરી રહ્યું છે એના વિશે ચર્ચા ઇચ્છીએ છીએ. જોકે તેઓ ચર્ચા માટે તૈયાર નથી. બહાર તો સિંહની જેમ વાત કરે છે, પરંતુ તમે જોશો તો તેમનું ચાલવાનું ઉંદર જેવું છે. અમે ચીનના મુદ્દે ચર્ચા કરવા માટે નોટિસ આપીએ છીએ. એમ છતાં તેઓ ચર્ચા કરવા માટે તૈયાર નથી. દેશની એકતા માટે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. એ બધું અમે કર્યું છે. અમારી પાર્ટીના નેતાઓએ જીવ આપ્યો. તમે શું કર્યું? તમારા ઘરમાં દેશ માટે કોઈ કૂતરું પણ મર્યું છે? એમ છતાં તેઓ દેશભક્ત અને અમે કંઈ પણ કહીશું તો દેશદ્રોહી.’  


 વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે અલવરમાં તેમની સ્પીચમાં અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે પાયાવિહોણી કમેન્ટ્સ કરી છે અને દેશ સમક્ષ અસત્ય જાળવી રાખવાની કોશિશ કરી છે. હું આની ટીકા કરું છું અને તેઓ માફી માગે એવી માગણી કરું છું. - પીયૂષ ગોયલ, ગૃહના નેતા

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, ૧૩૫ કરોડ લોકો આપણને જોઈને હસી રહ્યા છે 


ખડગેની કમેન્ટને લઈને સંસદમાં હંગામો મચી જતાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગઈ કાલે રાજ્યસભામાં ઊભા થઈને સભ્યોને યાદ કરાવવું પડ્યું હતું કે ‘આપણે બાળકો નથી’. તેમણે કહ્યું હતું કે ‘આ પ્રકારના વર્તાવથી આપણી પ્રતિષ્ઠાને ખૂબ જ નુકસાન પહોંચે છે. આપણે ખૂબ જ ખરાબ ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છીએ. સામાન્ય લોકો નિરાશ થયા છે. કેવો દુખદ માહોલ આપણે સર્જી રહ્યા છીએ. મારો વિશ્વાસ કરો, ૧૩૫ કરોડ લોકો આપણને જોઈને હસી રહ્યા છે. તેઓ વિચાર કરી રહ્યા છે, તેમને અચરજ થઈ રહ્યું છે, કયા સ્તરે આપણે પડી ગયા છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 10:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK