બિલ્કિસબાનો પર ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણો દરમ્યાન સામૂહિક બળાત્કાર થયો હતો
બિલ્કિસ બાનો ફાઇલ તસવીર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ બિલ્કિસબાનો સમીક્ષા અરજીમાં વહેલી સુનાવણી કરશે, જેમાં ગુજરાત સરકારને બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર કેસના ૧૧ જેટલા આરોપીઓને માફી આપવાના નિર્ણયને મામલે ફેરવિચાર કરવા માટે જણાવાયું છે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી. એસ. નરસિંહા અને દીપાંકર દત્તાની બનેલી બેન્ચે વકીલ શોભા ગુપ્તાની રજૂઆતોની નોંધ લીધી હતી; જેમાં જણાવાયું હતું કે અરજીનું લિસ્ટિંગ થવાનું હજી બાકી છે. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે હું આ અરજીને વહેલી તકે પોસ્ટ કરીશ. નિયમ મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સામેની સમીક્ષા અરજીઓનો નિર્ણય એવા જ ન્યાયાધીશને સોંપવામાં આવે છે જેઓ સમીક્ષીના ચુકાદાનો જ એક ભાગ હતા. બિલ્કિસબાનો પર ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણો દરમ્યાન સામૂહિક બળાત્કાર થયો હતો તેમ જ રમખાણોમાં તેના પરિવારના સાત સભ્યો માર્યા ગયા હતા.