બિહાર(Bihar)ના મોતિહારીમાં એક મોટો અકસ્માત થયો છે. રામગઢવાના નારિલગિરીમાં ઈંટની ભઠ્ઠીની ચીમનીમાં બ્લાસ્ટ થયો છે.
પ્રતીકાત્મક તસવીર
બિહાર(Bihar)ના મોતિહારીમાં એક મોટો અકસ્માત થયો છે. રામગઢવાના નારિલગિરીમાં ઈંટની ભઠ્ઠીની ચીમનીમાં બ્લાસ્ટ થયો છે. ઈંટોના ભઠ્ઠાની ચીમનીમાં બ્લાસ્ટ થતા 7 લોકોના મોત થયા છે. હજુ પણ 2 ડઝનથી વધુ લોકો કાટમાળમાં દટાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રક્સૌલમાં 16 લોકોની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે.
ઘટના બાદ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક પોલીસ અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોની હાલત પણ ઘણી ગંભીર છે. આસપાસના લોકોનું કહેવું છે કે બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. બિહાર પોલીસ હેડક્વાર્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દુર્ઘટના બાદ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા લોકોમાં 4 સ્થાનિક લોકો અને 3 ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. પોલીસ સતત સહકાર આપી રહી છે અને જરૂરી મદદ કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Maharashtra:30 ફૂટ ઊંડી ખીણમાં પડી BJP ધારાસભ્યની ગાડી, નેતા હોસ્પિટલમાં દાખલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટર પર એક ટ્વિટમાં વડાપ્રધાને લખ્યું, "મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલા અકસ્માતમાં જાનહાનિથી દુઃખી. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો માટે પ્રાર્થના. મૃતકોના નજીકના સંબંધીઓને PMNRF 2 લાખ ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.