Bihar Hooch Tragedy: સારણ જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે બીમારને હોસ્પિટલમાં લઈ જવાયા છે.
પ્રતીકાત્મક તસવીર
બિહારમાં ઝેરી દારૂનું કૌભાંડ (Bihar Hooch Tragedy) સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે સારણમાં ઝેરી દારૂને કારણે લોકોને અસર થઈ છે. સારણ જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે બીમાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિવાનમાં સાત લોકોના મોત થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.
સિવાન જિલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અચાનક લોકોના શંકસ્પદ રીતે મોત થયા હોવાની માહિતી મળી છે. આ લોકોના મોત ઝેરી દારૂ પીવાથી થયા હોવાનું બહાર આવ્યું છે. હજી તો આ લઠ્ઠાકાંડ (Bihar Hooch Tragedy)માં મૃત્યુઆંક વધી શકે છે. પૂરતી માહિતી મળ્યા બાદ જ સાચો આંક બહાર આવી શકે છે.
ADVERTISEMENT
મશરખ પોલીસ સ્ટેશન વિસ્તારના ઈબ્રાહીમપુર ગામના રહેવાસી લતીફ મિયાંના ત્રીસ વર્ષના પુત્ર ઈસ્લામુદ્દીન અન્સારીનું દારૂ પીવાના કારણે મોત થયું હતું. આલમ અંસારીના 29 વર્ષના પુત્ર મુમતાઝ અંસારી અને રિયાઝ અંસારીના 18 વર્ષના પુત્ર શમશાદ અંસારીની અત્યારે સારવાર ચાલી રહી છે. અત્યારે આ મુદ્દે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ બંને યુવકોનની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મૃતકોના નામ આવ્યાં છે સામે
સિવાનના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગામ એટલે કે મગરી અને બૈસ કટ્ટા ગામમાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ (Bihar Hooch Tragedy) પણ મળી રહ્યા છે. ઝેરી દારૂ પીવાને કારણે થયેલા મોતની હજી સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ વાત સામે આવી નથી. અરવિંદ સિંહ, રામેન્દ્ર સિંહ, સંતોષ મહતો, મુન્ના, બ્રિજ મોહન સિંહ તેમ જ પુત્ર મોહન સાહ આ મૃતકોના નામ સામે આવ્યાં છે.
પોલીસ દળ તફરથી અત્યારે ગામમાં જઈને આ મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અત્યારે પોલીસે ગેરકાયદેસર દારૂની દુકાનો પર પણ દરોડા પાડવાનું પણ શરૂ કરી દીધું છે. પરંતુ ખરેખર તો આ મોત કેવી રીતે થયા છે તે વિશે મૃતકોના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે.
Bihar Hooch Tragedy: અત્યારે તો એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ઝેરી દારૂ પીવાને કારણે મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી આણે તપાસ શરૂ કરી દીધી હતી. બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. હજી આ મામલે વધુ તપાસ બાદ ખુલાસો થશે.
વર્ષ 2016માં નીતીશ કુમાર સરકારે બિહારમાં દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. એટલું જ નહીં પણ અહીં દારૂની હેરાફેરી કરનારાઓ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવા છતાં રાજ્યમાંથી દારૂની હેરાફેરીના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. આને હવે જ્યારે ઝેરી દારૂ બાદ આવો લઠ્ઠાકાંડ સામે આવ્યો છે ત્યારે બિહાર હચમચી ગયું છે.