નોંધનીય છે કે અર્થક્વેક અર્લી વૉર્નિંગ સિસ્ટમ એક એવું પ્રૉજેક્ટ છે જેને દેશના વૈજ્ઞાનિકોએ ભારતીય પરિસ્થિતિઓ પ્રમાણે વિકસિત કરી છે. ભૂંકપના જોખમમાં રહેનારા ઉત્તરાખંડના સામાન્ય લોકો માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
ભૂકંપ (Earthquake)ને કારણે ઘણીવાર ખાસ્સા જાનમાલનું નુકસાન થતું જોવા મળે છે. જેનું સૌથી મોટું ઉદાહરણ તુર્કી અને સીરિયામાં જોવા મળ્યું. જ્યાં 50 હજારથી વધારેના મોત થઈ ગયા. હવે ભૂંકપથી થનારા ભારે નુકસાનથી બચવા માટે ભારતીય વૈજ્ઞાનિકોએ એક અર્થક્વેક અર્લી વૉર્નિંગ સિસ્ટમ (Earthquake Early Warning System) વિકસિત કરવામાં આવી છે. આઈઆઈટી રુડ઼કી દ્વારા વિકસિત કરવામાં આવેલી આ સિસ્ટમ ભૂકંપ આવવાથી લગભગ 45 સેકેન્ડ પહેલા અલર્ટ જાહેર કરે છે જેથી લોકો સાવચેત થઈ જાય છે. આ એડવાન્સ સિસ્ટમને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી રુડ઼કી (IIT Roorkee)એ વિકસિત કરી છે જે સેસ્મિક સેન્સર ટેકનિક પર આધારિત છે. છેલ્લા ચાર મહિનામાં ત્રણવાર આ સિસ્ટમ સફળ વૉર્નિંગ આપી ચૂકી છે.
નોંધનીય છે કે અર્થક્વેક અર્લી વૉર્નિંગ સિસ્ટમ એક એવું પ્રૉજેક્ટ છે જેને દેશના વૈજ્ઞાનિકોએ ભારતીય પરિસ્થિતિઓ પ્રમાણે વિકસિત કરી છે. ભૂંકપના જોખમમાં રહેનારા ઉત્તરાખંડના સામાન્ય લોકો માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જે સમયસર વૉર્નિંગ આપીને કિમતી જીવ બચાવી શકાય છે. આઈઆઈટી રુડ઼કી દ્વારા વિકસિત કરવામાં આવેલ આ સિસ્ટમમાં ઉત્તરાખંડથી લઈને નેપાળ સીમા સુધી 170 સેન્સર (170 Sensors) લગાડવામાં આવ્યા છે. ગયા વર્ષે નવેમ્બરથી અત્યાર સુધી 3 વાર આ સિસ્ટમ ભૂકંપ આવવથી 45 સેકન્ડ પહેલા સફળ વૉર્નિંગ આપી ચૂક્યું છે.
ADVERTISEMENT
આઈઆઈટી રુડ઼કીએ વૈજ્ઞાનિક ડૉ. પંકજ કુમાર પ્રમાણે ઉત્તરાખંડની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ સિસ્ટમને વિકસિત કરવામાં આવી છે. જ્યાં ભૂકંપ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહે છે અને જાનમાલના નુકસાનનું જોખમ પણ રહે છે. જે જે સ્થળે સેન્સર લાગ્યા હોય છે ત્યાંનો ડેટા એક સેન્ટ્રલ સર્વરમાં રેકૉર્ડ થતો રહે છે જેને ભેગું કર્યા બાદ તરત વૉર્નિંગ જાહેર કરવામાં આવે છે. સેસ્મિક સેન્સરથી સેસ્મિક ડેટા (Seismic Data)ને રેકૉર્ડ કરવામાં આવે છે પછી તેના દ્વારા અર્લી વૉર્નિંગ સિસ્ટમ ડેવલપ થાય છે. ડેટા સર્વર પર જાય છે, એનાલિસિસ થાય છે અને ફરી વૉર્નિંગ આપવામાં આવે છે. શરૂઆતના સ્તરે અર્થક્વેક અર્લી વૉર્નિંગ સિસ્ટમને ઉત્તરાખંડ માટે બનાવવામાં આવી છે જે એક ખાસ એપ્લિકેશન સાથે કનેક્ટેડ છે. આ એપ્લિકેશનને ઉત્તરાખંડ પ્રશાસને સામાન્ય લોકો માટે બનાવી છે જેથી તેમને મુશ્કેલીના સમયે બચાવી શકાય. એપ્લિકેશન પરથી લોકોને અલર્ટ આવે છે જેને લેખિતમાં અથવા અનાઉન્સમેન્ટ તરીકે મેળવી શકાય છે.
આ પણ વાંચો: રાહુલના નિવેદન પર સંસદમાં હોબાળો, દેશદ્રોહનો ચાલે કેસ- પીયૂષ ગોયેલ
ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર, 2022ના રોજ આ સિસ્ટમે નેપાળમાં ભૂકંપનો 5.8 તીવ્રતાનો પહેલો કેસ શોધી કાઢ્યો હતો. તો દેહરાદૂનમાં 45 સેકન્ડ પહેલાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ 12 નવેમ્બરે નેપાળમાં 5.4ની તીવ્રતાનો વધુ એક ભૂકંપ આવ્યો હતો. આ સાથે 24 જાન્યુઆરી 2023ના રોજ દેહરાદૂનમાં રહેતા લોકોને એપ દ્વારા 45 સેકન્ડ પહેલાં વોઈસ મેસેજ અને નોટિફિકેશન દ્વારા ભારત-નેપાળ બોર્ડર પર આવેલા ભૂકંપ અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) પણ આ સેન્સર સિસ્ટમનો ઉલ્લેખ કર્યો છે. આવા અનેક સંવેદનશીલ વિસ્તારોમાં આૅ સિસ્ટમ લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.