હાલની મેમ્બરશિપ-ઝુંબેશ ૧૧ ઑક્ટોબરે શરૂ થઈ હતી અને ઑક્ટોબરના અંતમાં પૂરી થશે
પ્રતીકાત્મક તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મેમ્બરોની સંખ્યા ગઈ કાલે ૧૦ કરોડનો આંક પાર કરી ચૂકી હતી અને હવે પાર્ટી એના અગાઉના ૧૧ કરોડ મેમ્બરોના આંકડાને પાર કરવા ચાહે છે. હાલની મેમ્બરશિપ-ઝુંબેશ ૧૧ ઑક્ટોબરે શરૂ થઈ હતી અને ઑક્ટોબરના અંતમાં પૂરી થશે. એકથી ૫ નવેમ્બર વચ્ચે સભ્યોની ચકાસણી થશે. ૧૦૦ રૂપિયાનું દાન આપ્યા બાદ મેમ્બરશિપ-સર્ટિફિકેટ આપવામાં આવશે. પાર્ટીના મેમ્બર બનવા માટે ફોન નંબર 8800002024 પર મિસ્ડકૉલ આપવાનો હોય છે અને ત્યાર બાદ એમાં જે સૂચના મળે એમ કરવાનું હોય છે.