આ દરમિયાન રાહુલ ગાંધી બાળકો સાથે દોડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કોંગ્રેસના કાર્યકરો પણ દોડતા જોવા મળી રહ્યા છે.
Rahul Gandhi
વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)
કોંગ્રેસ(Congress)ની ભારત જોડો યાત્રાને 50 દિવસ પૂર્ણ થયા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા(Rahul gandhi Bharat Jodo yatra)સાથે સતત જોડાયેલા છે. આ દિવસોમાં પ્રવાસ તેલંગાણામાં છે. રાહુલે ગોલાપલ્લી જિલ્લામાંથી રવિવારે તેલંગાણામાં પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી બાળકો સાથે દોડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કોંગ્રેસના કાર્યકરો પણ દોડતા જોવા મળી રહ્યા છે.
Out for a marathon, but let`s sprint! ?♂️#BharatJodoYatra pic.twitter.com/d7GIbYQXXA
— Bharat Jodo (@bharatjodo) October 30, 2022
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ પહેલા બાળકો સાથે વાત કરે છે અને પછી અચાનક દોડવા લાગે છે. તેની સાથે જ તેમની સુરક્ષામાં લાગેલા જવાનો પણ દોડવા લાગે છે. આ પછી રાહુલ થોડીવાર રોકાઈ જાય છે અને ફરી દોડવા લાગે છે. આ વીડિયોને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલ પરથી પણ ટ્વીટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંંચો:Halloween Stamphed:દક્ષિણ કોરિયાની આ તે કેવી હેલોવીન પાર્ટી જેણે લીધો 151 લોકોનો જીવ