ભાઈબીજ નિમિત્તે ભાઈઓની સુખસમૃદ્ધિ અકબંધ રહે એવી પ્રાર્થના બહેનો કરે છે. ગઈ કાલે ઉત્તર પ્રદેશનાં વિવિધ શહેરોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવાયો. ભાઈબીજમાં ભાઈઓ પોતાની બહેનના ઘરે જઈને આ પ્રસંગ મનાવતા હોય છે
લાઇફ મસાલા
જયપુર(ઉપર), મથુરા(ઉપર જમણે), કલકત્તા(નીચે ડાબે), કાનપુર(નીચે જમણે)
ભાઈબીજ નિમિત્તે ભાઈઓની સુખસમૃદ્ધિ અકબંધ રહે એવી પ્રાર્થના બહેનો કરે છે. ગઈ કાલે ઉત્તર પ્રદેશનાં વિવિધ શહેરોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવાયો. ભાઈબીજમાં ભાઈઓ પોતાની બહેનના ઘરે જઈને આ પ્રસંગ મનાવતા હોય છે, પરંતુ જે બહેનોના ભાઈઓ કોઈક કારણસર જેલમાં છે તેમણે જેલમાં જઈને ભાઈને કંકુ-ચોખાથી પોંખ્યા હતા. આ માટે ગઈ કાલે જયપુર, કાનપુર અને મથુરાની સેન્ટ્રલ જેલોની બહાર બહેનોની લાંબી લાઇનો લાગી હતી. જેલની અંદર પણ ભાઈ-બહેનોની જોડીના અનોખા મિલનનાં દૃશ્યો રચાયાં હતાં. કલકત્તામાં બહેનોએ પોલીસોને તિલક કરીને અને રક્ષાસૂત્ર બાંધીને ભાઈબીજની શુભકામના વ્યક્ત કરી હતી.