બેંગલુરુ (Bengaluru) પોલીસે લિવ-ઇન પાર્ટનરને પ્રેશર કૂકર વડે માર મારવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. વ્યક્તિને શંકા હતી કે મહિલા તેની સાથે છેતરપિંડી કરી રહી છે
પ્રતીકાત્મક તસવીર
બેંગલુરુ (Bengaluru) પોલીસે લિવ-ઇન પાર્ટનરને પ્રેશર કૂકર વડે માર મારવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. વ્યક્તિને શંકા હતી કે મહિલા તેની સાથે છેતરપિંડી કરી રહી છે. બેગુર પોલીસનું કહેવું છે કે, “માઇકો લેઆઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વૈષ્ણવ નામના વ્યક્તિની પોલીસે તેની લિવ-ઈન પાર્ટનર દેવી (24)ને પ્રેશર કૂકર વડે માથા પર માર મારીને હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી છે.” તે બંને કેરળનાં હતાં, સાથે અભ્યાસ કરતાં હતાં અને છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર બંને કૉલેજમાં સાથે ભણ્યા હતા. પાડોશીઓએ પોલીસને જણાવ્યું છે કે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જોકે, પોલીસે જણાવ્યું હતું કે તેમાંથી કોઈએ અગાઉ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
ADVERTISEMENT
ઘટના બાદ વૈષ્ણવ ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેને ખોબ જ ઓછા સમયમાં ઝડપી લીધો હતો. તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે અમે તેની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ ચાલુ છે.
પોલીસે જણાવ્યું હતું કે, વૈષ્ણવ અને દેવી (24), બંને કેરળના રહેવાસી હતાં. તેઓ બેંગલુરુમાં લગભગ બે વર્ષથી સાથે રહેતાં હતાં. તેઓ કૉલેજકાળથી જ એકબીજાને ઓળખતાં હતાં અને કોરમંગલા, બેંગ્લોરમાં સેલ્સ અને માર્કેટિંગ ફર્મમાં કામ કરતાં હતાં. શનિવારે એક દલીલ દરમિયાન વૈષ્ણવે કથિત રીતે દેવીને પ્રેશર કુકર વડે માર માર્યો હતો, જેનાથી તેનું મોત થયું હતું.
ડાયાબિટીઝ હોવા છતાં પત્ની ખાતી હતી મીઠાઈ, પતિએ છરી મારીને કરી હત્યા
સમતા નગર પોલીસે (Mumbai Police) પોતાની બીમાર પત્નીની હત્યાના આરોપમાં એક વૃદ્ધની ધરપકડ કરી છે. કાંદિવલીના રહેવાસી આરોપી વિષ્ણુકાંત બલુર (79)એ પોલીસને જણાવ્યું કે તેની પત્ની શકુંતલા બલુર (76) ઘણા સમયથી બીમાર હતી. તે તેની સતત કાળજી લેવાથી કંટાળી ગયો હતો. તેઓ પોતે ચાલીસ વર્ષથી ડાયાબિટીસના દર્દી છે.
ડાયાબિટીસ હોવા છતાં પત્ની મીઠાઈ ખાવાનું ટાળતી ન હતી. ડૉક્ટરે ઘણી વાર ચેતવણી આપી. જ્યારે પતિ મીઠાઈ ન આપતો ત્યારે તે તેની સાથે મારપીટ કરતી હતી. બીમાર પત્નીનો ડાયાબિટીસ મીઠાઈ ખાવાથી કંટ્રોલ ન થઈ શક્યો, પતિએ તેની વધુ સેવા કરવી પડી. કંટાળીને પતિએ પત્નીની હત્યા કરી અને પછી આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે કામ કરતી નોકરાણી બાલુરના ઘરે પહોંચી ત્યારે તેણે શકુંતલાને ગંભીર રીતે ઘાયલ હાલતમાં પથારી પર પડેલી જોઈ, જ્યારે વિષ્ણુકાંત પણ ત્યાં ખુરશી પર બેઠો હતો. નોકરાણીએ પાડોશીઓની મદદથી પોલીસને ઘટનાની જાણ કરી હતી.