Bengaluru Cyber Crime: 24 વર્ષીય યુવતી ઈન્સ્ટાગ્રામ પર નકલી જ્યોતિષીના ચક્કરમાં આવી અને ₹છ લાખ ગુમાવ્યા. સોશિયલ મીડિયા ઠગાઈની હજી એક ચોંકાવનારી ઘટના સામે આવી.
પ્રતીકાત્મક તસ્વીર (સૌજન્ય: AI)
કી હાઇલાઇટ્સ
- ઈન્સ્ટાગ્રામ પર નકલી જ્યોતિષીનો ફંદો, યુવતી ગુમાવ્યા ₹છ લાખ
- સોશિયલ મીડિયા ઠગાઈના કેસોમાં વધારો, સાવચેત રહો!
- પૂજાના બહાને પૈસા પડાવ્યા, પોલીસ કેસ નોંધાયો
Bengaluru Cyber Crime: સોશિયલ મીડિયા દ્વારા ઠગાઈની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં બૅંગલુરુની 24 વર્ષીય યુવતી ઈન્સ્ટાગ્રામ પર નકલી જ્યોતિષીના જાળમાં ફસાઈને લગભગ છ લાખ રૂપિયા ગુમાવ્યા.
ઈન્સ્ટાગ્રામ પર શરૂ થયો છેતરપિંડીનો ખેલ
પ્રાપ્ત માહિતી મુજબ, પીડિત યુવતી, જે ઈલેક્ટ્રોનિક સિટી વિસ્તારની રહેવાસી અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, જાન્યુઆરી 5ના રોજ ઈન્સ્ટાગ્રામ પર ‘splno1indianastrologer’ નામની એક પ્રોફાઇલ સાથે સંકળાઈ. આ એકાઉન્ટમાં એક અઘોરી બાબાનો ફોટો મૂકાયો હતો અને તેણે જ્યોતિષમાં નિષ્ણાત હોવાનો દાવો કર્યો હતો.
ADVERTISEMENT
જ્યારે યુવતીએ આ એકાઉન્ટને મેસેજ મોકલ્યો, ત્યારે તેને વિજય કુમાર નામના એક વ્યક્તિએ સંપર્ક કર્યો. તેણે યુવતીનું નામ અને જન્મતારીખ પૂછ્યા પછી જન્મકુંડળીનું વિશ્લેષણ કર્યુ અને કહ્યું કે તેના લવ મેરેજ થશે, પરંતુ કુંડળીમાં કેટલાક દોષ છે, જેને દૂર કરવા માટે વિશેષ પૂજા કરવી પડશે. યુવતીએ શરૂઆતી રીતે ₹1,820 જમા કર્યા, પરંતુ તે ફક્ત પહેલું પગલું હતું. વિજય કુમારે યુવતીના કુંડળીમાં સતત નવા-નવા દોષો બતાવી તેની પાસેથી વધુ પૂજા કરાવવા માટે પૈસા માગ્યા હતા. આ રીતે તેણે થોડા-થોડા કરીને યુવતી પાસેથી કુલ ₹5.9 લાખ પડાવી લીધા હતા. જ્યારે યુવતીએ પૈસા પાછા માગ્યા, ત્યારે વિજય કુમારે તેને ફક્ત ₹13,000 પરત આપ્યા અને ધમકી આપી કે જો તે વધુ દબાણ કરશે તો તે આત્મહત્યા કરશે અને પોતાની સુસાઇડ નોટમાં યુવતીએ તેને હેરાન કર્યો છે એવું લખશે.
એડવોકેટ બન્યો ઠગાઈનો ભાગીદાર
પછી, યુવતીને બીજો કૉલ આવ્યો. પ્રશાંત નામના વ્યક્તિએ યુવતીને કૉલ કરીને પોતે એડવોકેટ છે તેવું કીધું અને કહ્યું કે વિજય કુમાર ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે દાવો કર્યો કે કુમારે યુવતી માટે ઘણી પૂજાઓ કરી હતી અને આ બધું તેના ભવિષ્યને સુધારવા માટે જ કર્યું હતું. પ્રશાંતએ યુવતીને વધુ દબાણ ન કરવા સલાહ આપતા કહ્યું કે કુમાર હવે આત્મહત્યા કરવા અંગે વિચારી રહ્યો છે, કારણ કે તે પૈસા પરત કરવાની સ્થિતિમાં નથી. આ સાંભળીને યુવતી વધુ ભયભીત થઈ ગઈ અને એ સમજવા લાગી કે તેને એક ગૂંચવણભરી વાતમાં ફસાવવામાં આવી છે. આ બધાથી ગભરાયેલી યુવતીએ આખરે પોલીસની મદદ લીધી. બૅંગલુરુના ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશને આ મામલે IT અધિનિયમ (Information Technology Act) અને IPC(Indian Penal Code) કલમ 318 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટના સાઇબર ગઠિયાઓેેએ કરેલી પ્લાનિંગ હતી અને તે લોકો કોઈ જ્યોતિષ કે એડવોકેટ નહોતા.
અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરો
આ ઘટના સાબિત કરે છે કે સોશિયલ મીડિયા પર આ પ્રકારની ઠગાઈઓ વધી રહી છે. નકલી જ્યોતિષીઓ અને ભૂતપૂર્વ જીવનસાથી સંબંધિત કરિયર સમસ્યાઓના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું કાવતરું ચાલું છે. જો કોઈ અજાણી વ્યક્તિ તમારું ભવિષ્ય સુધારવા માટે મોટો ખર્ચ કરવા કહે, તો તેને શંકાની નજરે જોવું અને કોઈપણ ચુકવણી કરતા પહેલા સંશોધન કરવું જરૂરી છે.

