ભારતનું અર્થતંત્ર પ્રશંસનીય રીતે સારું પર્ફોર્મ કરી રહ્યું છે
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ બ્રિટિશ સંસદસભ્ય બૉબ બ્લૅકમૅને ગઈ કાલે જણાવ્યું હતું કે ‘પીએમ નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડૉક્યુમેન્ટરી એ સંપૂર્ણપણે અતિશયોક્તિથી ભરપૂર છે. બીબીસી બ્રિટિશ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ કરતી નથી.’
બ્લૅકમૅને વધુમાં જણાવ્યું હતું કે ‘બે પાર્ટ્સની આ સિરીઝ ખરાબ પત્રકારત્વનું પરિણામ છે અને એના માટે અયોગ્ય રિસર્ચ કરવામાં આવ્યું છે અને એ સંપૂર્ણપણે અયોગ્ય છે. ભારતનું અર્થતંત્ર પ્રશંસનીય રીતે સારું પર્ફોર્મ કરી રહ્યું છે. યુકે અને ભારત બેસ્ટ ફ્રેન્ડ્સ છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સ્થાન મળે એમ અમે ઇચ્છીએ છીએ.’
ADVERTISEMENT
બીબીસીની ડૉક્યુમેન્ટરીમાં ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોની ઘટનાઓ રજૂ કરવામાં આવી છે કે જ્યારે મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. આ પહેલાં બ્લૅકમૅને કાશ્મીરી પંડિતોની સામૂહિક હત્યાઓ અને તેમના પર થયેલા અત્યાચારોથી લોકોને વાકેફ કરવાનો સંકલ્પ કર્યો હતો.