બૅન્ગલોરમાં ગર્લફ્રેન્ડના પચાસ ટુકડા કરનારા બૉયફ્રેન્ડનો સુસાઇડ-નોટમાં શૉકિંગ દાવો
રંજન રૉય, મહાલક્ષ્મી
બૅન્ગલોરમાં ગર્લફ્રેન્ડની ડેડ-બૉડીના પચાસ ટુકડા કરીને ફ્રિજમાં ભરીને નાસી છૂટેલા અને પછી ઓડિશામાં આત્મહત્યા કરી લેનારા તેના બૉયફ્રેન્ડ મુક્તિ રંજન રૉયે તેની સુસાઇડ-નોટમાં દાવો કર્યો છે કે તેની ગર્લફ્રેન્ડ મહાલક્ષ્મી તેને મારી નાખવા માગતી હતી એટલે મારા બચાવમાં મેં તેની હત્યા કરી હતી.
આ સંદર્ભમાં પોલીસ-તપાસ પૂરી થઈ છે અને જલદી આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આ સંદર્ભમાં પોલીસે સુસાઇડ-નોટને ટાંકીને જણાવ્યું હતું કે ‘બૅન્ગલોરના એક મૉલમાં કામ કરતી ત્રિપુરાની વતની મહાલક્ષ્મીની હત્યા બીજી સપ્ટેમ્બરે મધરાત બાદ તેના જ ઘરમાં તેના બૉયફ્રેન્ડ દ્વારા કરવામાં આવી હતી. બીજા દિવસે તેના બૉયફ્રેન્ડે બાથરૂમમાં કટરથી એના પચાસ ટુકડા કર્યા હતા અને ફ્રિજમાં ભરી દીધા હતા. ત્યાર બાદ બજારમાંથી ઍસિડ લાવીને સાફસફાઈ કરીને તે નાસી છૂટ્યો હતો.’
ADVERTISEMENT
મુક્તિ રંજન રૉયે સાઇડ-નોટમાં દાવો કર્યો હતો કે ‘જો હું તેને મારી ન નાખત તો તે મને મારવા માગતી હતી. તેણે આ માટે એક કાળા રંગની સૂટકેસ લાવી રાખી હતી. મને મારીને તે એમાં ભરીને ફેંકી દેવાની હતી. આથી મારા બચાવમાં મેં તેની હત્યા કરી હતી. મહાલક્ષ્મી મને લગ્ન કરવા માટે સતત દબાણ કરતી હતી અને પૈસા માગતી હતી. મેં તેને સાત લાખ રૂપિયા અને સોનાની ચેઇન પણ આપ્યાં હતાં.’