બૅન્ગલોરની શૉકિંગ ઘટના : દીકરી સ્પેશ્યલ ચાઇલ્ડ હતી અને તેની ડિમાન્ડથી પરેશાન હતા પેરન્ટ્સ : પહેલાં સંતાનોને ઝેર આપી દીધું પછી ગળે ફાંસો ખાઈ લીધો
૩૮ વર્ષના અનુપ, તેની ૩૫ વર્ષની પત્ની રાખી
બૅન્ગલોરની શૉકિંગ ઘટના : દીકરી સ્પેશ્યલ ચાઇલ્ડ હતી અને તેની ડિમાન્ડથી પરેશાન હતા પેરન્ટ્સ : પહેલાં સંતાનોને ઝેર આપી દીધું પછી ગળે ફાંસો ખાઈ લીધો : સાધનસંપન્ન પરિવાર હતો, ઘરમાં ત્રણ હેલ્પર હતી અને આવક પણ સારી હતી : આર્થિક સંકડામણની શક્યતા ઓછી, તમામ ઍન્ગલથી પોલીસ-તપાસ
બૅન્ગલોરમાં એક સૉફ્ટવેર પ્રોફેશનલ અને તેની પત્નીએ પોતાનાં બે બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હોવાનો મામલો ગઈ કાલે બહાર આવ્યો હતો. આ ઘટના બૅન્ગલોરમાં સદાશિવનગર પોલીસ-સ્ટેશનની હદમાં બની છે. આ પરિવારમાં ઉત્તર પ્રદેશના સૉફ્ટવેર કન્સલ્ટન્ટ ૩૮ વર્ષના અનુપ, તેની ૩૫ વર્ષની પત્ની રાખી અને બે બાળકોમાં પાંચ વર્ષની અનુપ્રિયા અને બે વર્ષના પ્રિયાંશનો સમાવેશ છે. પોલીસને શંકા છે કે બાળકોને ખાવામાં ઝેર આપીને મારી નાખ્યા બાદ દંપતીએ આત્મહત્યા કરી લીધી હશે. પોલીસે કહ્યું હતું કે શું આ પરિવાર પર દેવું હતું? એ આર્થિક તંગીમાંથી પસાર થતો હતો કે કેમ એવા તમામ ઍન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ઘરનાં હેલ્પરોએ પોલીસને જણાવ્યું હતું કે અનુપ્રિયા સ્પેશ્યલ ચાઇલ્ડ હતી વારંવાર કંઈ ને કંઈ માગતી હતી અને તેની ડિમાન્ડથી માતા-પિતા પરેશાન રહેતાં હતાં.
શનિવાર સુધી સામાન્ય
પરિવારનાં હેલ્પરોએ પોલીસને જણાવ્યું હતું કે શનિવાર રાત સુધી બધું સામાન્ય લાગી રહ્યું હતું. કપલ ખુશ હતું. સોમવારે દંપતી પૉન્ડિચેરી જવાનું હોવાથી રવિવારે સ્ટાફ પાસે પૅકિંગ પણ કરાવી લીધું હતું અને સોમવારે સવારે હેલ્પરોને જલદી આવવા કહ્યું હતું. ગઈ કાલે સવારે હેલ્પર ઘરે આવી અને બેલ વગાડવા છતાં ઘરનો દરવાજો નહીં ખોલવામાં આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘરમાં ત્રણ હેલ્પર
અનુપના ઘરમાં ત્રણ હેલ્પર કામ કરતી હતી. બે જણ ખાવાનું બનાવતી હતી અને એક બાળકોનું ધ્યાન રાખતી હતી. તેમને પ્રત્યેકને દર મહિને ૧૫,૦૦૦ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો હતો. આમ આ પરિવાર સાધનસંપન્ન હતો.