Balrampur Road Accident: પોન્ડમાં સ્કોર્પિયો કાર જઈને પડી હતી. આ પોન્ડ ખૂબ જ ગીચ ઝાડીઓથી ખીચોખીચ ભરાયેલો હતો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
છત્તીસગઢના બલરામપુરમાં અતિ દર્દનાક એવો રૉડ એક્સિડન્ટ (Balrampur Road Accident) સામે આવ્યો છે. એક સ્કોર્પિયો કાર બેકાબૂ થઈ જઈને ઊંડા તળાવમાં પડી ગઈ હતી. આ એક્સિડન્ટને કારણે સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા ૮ જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ કેસમાં ડ્રાઈવરને ખૂબ જ ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ છે.
કારના તમામ ગેટ લૉક હતા- કાચ પણ બંધ હોવાથી કોઈ બહાર નીકળી શક્યું નહીં
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર પોન્ડમાં સ્કોર્પિયો કાર જઈને પડી હતી. આ પોન્ડ ખૂબ જ ગીચ ઝાડીઓથી ખીચોખીચ ભરાયેલો હતો. આ સાથે જ આ પોન્ડમાં 10 ફૂટ જેટલું ઊંડું પાણી હોવાની વાત સામે આવી છે, વાહનના તમામ ગેટ લૉક હોવાને કારણે તેમ જ કચ પણ બંધ હોવાને કારણે અંદર બેઠેલા કોઈ વ્યક્તિ બહાર નીકળી શક્ય નહોતા. માત્ર ડ્રાઈવરનો ગેટનો કાચ ખુલ્લો હતો જેને લોકોએ બારીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસને આ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપુર પોલીસની ટીમ તત્કાલિક રીતે ઘટના સ્થળે (Balrampur Road Accident) હાજર થઈ ગઈ નહતી. તેઓએ જેસીબીની મદદથી આ પોન્ડમાં ડૂબી ગયેલી સ્કોર્પિયો કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અથાક મહેનતને અંતે કાર બહાર તો આવી પરંતુ ત્યાં સુધીમાં મુસાફરોના શ્વાસ રૂંધાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તમામને રાજપુર સીએચસીમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ મુસાફરોને મૃત જાહેર કર્યા હતા.
ઘટના સ્થળની આસપાસ વધુ લોકો નહોતા- ૮ના મોત
Balrampur Road Accident: પ્રાપ્ત માહિતી અનુસાર રાજપુર પોલીસ સ્ટેશનની હદમાં બુઢા બગીચા મુખ્ય માર્ગ પર લધા ટર્નિંગ ખાતે આ રૉડ એક્સિડન્ટ સામે આવ્યો હતો. સાંજે 8થી 8:30 વાગ્યાની વચ્ચે આ રૉડ એક્સિડન્ટ થયો હોવાની માહિતી સામે આવી છે. કાર પડોશી સૂરજપુર જિલ્લામાં જઇ રહી હતી. ત્યારે રસ્તા પર તે બેકાબૂ થવાથી પોન્ડમાં ખાબકી ગઈ હતી. મૃતક અને ઘાયલ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી હતી, ત્યારબાદ ખુલાસો થયો હતો કે તેઓ ઘટના સ્થળથી લગભગ 400 કિલોમીટર દૂર આવેલા લારીમા ગામમાં રહેતા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ ઘાયલ ડ્રાઈવરને બચાવવામાં સફળ રહી હતી. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું.
મૃતકોમાં ચાર પુરૂષો, એક મહિલા અને એક સગીર બાળકીનો સમાવેશ થાય છે. એક્સિડન્ટ (Balrampur Road Accident) દરમિયાન કારમાં અન્ય એક 18 વર્ષીય યુવક હતો તે તળાવમાં ગુમ થયો હતો, જેનો મૃતદેહ પોલીસે મોડી રાત્રે ડાબરીમાંથી કબજે કર્યો હતો. હવે આ એક્સિડન્ટમાં મૃતકોની સંખ્યા 8 પર પહોંચી છે.