એક જ વર્ષમાં સુવર્ણમંદિર અને વૈષ્ણોદેવીથી આગળ નીકળીને ૭૦૦ કરોડ રૂપિયાના દાન સાથે ત્રીજા નંબરે આવી ગયું
ગઈ કાલે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનાં દર્શન કરતા ભક્તો.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે એનો ફાયદો કાશી, મથુરાનાં મંદિરો ઉપરાંત અયોધ્યાના રામ મંદિરને પણ થઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો રામલલાનાં દર્શન કરી રહ્યા હોવાથી એક વર્ષમાં ૭૦૦ કરોડ રૂપિયાનું દાન મંદિરને મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ રામ મંદિરે દાનની દૃષ્ટિએ ત્રીજા નંબરે રહેતા વૈષ્ણોદેવી મંદિરને પાછળ રાખી દીધું છે.



