Ayodhya Ram Mandir: દેશના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામ, સીતા અને હનુમાનની મૂર્તિઓની પસંદગી કરવામાં આવી છે.
તસવીર સૌજન્ય : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ
કી હાઇલાઇટ્સ
- શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિઓ પસંદ કરાઈ છે
- આ મૂર્તિઓ છ મહિનાની મહેનતથી તૈયાર કરવામાં આવી છે
- અરુણ યોગીરાજ તો પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર છે
અયોધ્યામાં બની રહેલા ભવ્ય મંદિર (Ayodhya Ram Mandir)માં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ 22 જાન્યુઆરીએ થવાનો છે. આ ઉત્સવ થાય તે અગાઉ ભગવાન રામની ત્રણમાંથી એક મૂર્તિ પસંદ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામ, સીતા અને હનુમાનની મૂર્તિઓની પસંદગી કરવામાં આવી છે.
આ બાબતે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ `X` પર માહિતી આપી
ADVERTISEMENT
"ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು"
— Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024
ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ લખ્યું કે, “જ્યાં રામ છે, ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર તેમ જ દેશનું ગૌરવ એવા યોગીરાજ અરુણજી દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ (Ayodhya Ram Mandir) અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.” તેઓએ આ બાબતે વધુમાં કહ્યું કે રામ-હનુમાનના અતૂટ સંબંધનું આ બીજું ઉદાહરણ છે.
અયોધ્યામાં રામ દરબારની સ્થાપના કરવામાં આવશે
અયોધ્યા (Ayodhya Ram Mandir)માં રામ દરબારની સ્થાપના થશે એવા સમાચાર મળી રહ્યા છે. કર્ણાટકના મૈસુરમાં અયોધ્યામાં રામ દરબારની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. આ પ્રતિમાઓ પ્રસિદ્ધ શિલ્પ કલાકાર અરુણ યોગીરાજ દ્વારા છ મહિનાની મહેનતથી તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાઓ અયોધ્યાના રામ મંદિર (Ayodhya Ram Mandir)માં સ્થાપિત થવાની છે.
કોણ છે મૂર્તિકાર અરુણ યોગીરાજ?
અરુણ યોગીરાજ તો પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર છે. 37 વર્ષીય અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિઓ પસંદ કરવામાં આવઈ છે. અરુણ યોગીરાજના પિતા વાડિયાર પરિવારના મહેલોને સુંદરતા આપવા માટે પણ જાણીતા હતા. કહેવાય છે કે અરુણ યોગીરાજે 2008માં મૈસુર યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એમબીએનો અભ્યાસ કર્યા બાદ તેણે થોડો સમય ખાનગી કંપનીમાં નોકરી પણ કરી હતી. જો કે, તેઓની અંદર તો શિલ્પકળનું હુનર હતું એટલે થોડા સમયમાં નોકરી પડતી મૂકીને તેઓએ શિલ્પકળામાં જ આગળ વધવાનું નક્કી કર્યું. વર્ષ 2008માં તેણે શિલ્પકળાની શરૂઆત કરી નાખી.
તે અત્યાર સુધી અનેક મૂર્તિઓ બનાવી ચૂક્યો છે. અમર જવાન જ્યોતિ પર નેતાજીની પ્રતિમા, કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પ્રતિમા, રામકૃષ્ણ પરમહંસની પ્રતિમા વગેરે તેના કેટલાંક ઉદાહરણો છે.
આ શિલ્પકારના તો પીએમ મોદીએ પણ કર્યા છે વખાણ
શિલ્પકાર અરુણ યોગીરાજે સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી હતી તેને પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ સ્થળની પાછળ ભવ્ય છત્ર હેઠળ સ્થાપિત કરાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ જ્યારે સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરી ત્યારે તેમણે શિલ્પકારની પણ ખૂબ જ પ્રશંસા કરી હતી. હવે વર્ષોના સંઘર્ષ બાદ 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં મૂર્તિ (Ayodhya Ram Mandir)નો અભિષેક સમારોહ યોજાશે.