જવાનો તો તહેનાત ખરા જ, સેંકડો ડ્રોન અને ૧૦,૦૦૦ સીસીટીવી કૅમેરા શહેરની એક-એક હિલચાલ પર નજર રાખશે
રામ મંદિર ની લેટેસ્ટ તસવીર
જવાનો તો તહેનાત ખરા જ, સેંકડો ડ્રોન અને ૧૦,૦૦૦ સીસીટીવી કૅમેરા શહેરની એક-એક હિલચાલ પર નજર રાખશે અયોધ્યા : અયોધ્યાના રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના એક દિવસ પૂર્વે પોલીસ અને સલામતી-એજન્સીઓએ જડબેસલાક બંદોબસ્ત રાખવાની સાથે સમગ્ર શહેર એક કિલ્લામાં ફેરવાઈ ગયું છે. હનુમાનગઢની આસપાસની ગલીઓમાં ભાવિકો દેખાઈ રહ્યા છે ત્યાં રવિવારે સાંજે પોલીસ પહેરો ભરી રહ્યા હતા.
સાદા પહેરવેશમાં પોલીસ મંદિરની આસપાસના વિસ્તારોમાં લોકોની અવરજવર પર દેખરેખ રાખી રહ્યા છે. સમગ્રતયા સુરક્ષાને અનુલક્ષીને ૧૦,૦૦૦ સીસીટીવી કૅમેરા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સજ્જ ડ્રોન તહેનાત કરવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશ ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના કમાન્ડો અયોધ્યામાં શનિવારે પૅટ્રોલિંગ કરી રહ્યા હતા. નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ દ્વારા તાલીમ પામેલા અંદાજે ૧૦૦ એસએસએફ કમાન્ડોને મહત્ત્વનાં સ્થળોએ ગોઠવવામાં આવ્યા છે. આ કમાન્ડો ઍન્ટિ-ટેરર કૉમ્બેટમાં નિપુણ છે.