બાળકના પિતાએ તેને જોયો, પછી બાળકને તેના ચુંગાલમાંથી છોડાવ્યો
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગાઝિયાબાદ (Ghaziabad)માં ઓસ્ટ્રેલિયા (Australia)થી લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલા પરિવારની 8 વર્ષના બાળક સાથે કુકર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બાળકના પિતાએ તેને જોયો, પછી બાળકને તેના ચુંગાલમાંથી છોડાવ્યો અને સ્થાનિક પોલીસને તેની જાણ કરી હતી. માહિતીના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
લગ્ન પ્રસંગમાં વિદેશી બાળક સાથે દુષ્કર્મનો પ્રયાસ
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ગુરુવારે સાંજે એક વિદેશી પરિવાર લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે થાણા મસૂરી વિસ્તારમાં આવ્યો હતો. દરમિયાન પરિવારનો 8 વર્ષનો બાળક બેન્ક્વેટ હોલના બાથરૂમમાં ગયો હતો, જેની પાછળ એક યુવક પણ ગયો હતો અને વોશરૂમમાં જ બાળક સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક બાળકના પિતા પણ ત્યાં પહોંચી ગયા અને આરોપીને રંગે હાથે પકડી લીધો અને બાળકને તેના ચુંગાલમાંથી છોડાવ્યો. પિતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: બૅન્ગલોરમાં કપલ માટે રસ્તા પર ચાલવાની મનાઈ?
આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો
સમગ્ર મામલાની માહિતી આપતા એસીપી નિમિષ પાટીલે જણાવ્યું કે “બાળકના પિતા તરફથી ફરિયાદ આપવામાં આવી છે, જેના આધારે પોલીસે આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”