યોગી આદિત્યનાથની હત્યાની ધમકી આપવા બદલ એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો
યોગી આદિત્યનાથ
ગૅન્ગસ્ટર અતીક અહમદ અને તેના ભાઈની હત્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હવે કોઈ માફિયા કે ક્રિમિનલ ઉદ્યોગપતિને
ધમકાવી ન શકે. લખનઉ અને હરદોઈ જિલ્લાઓમાં ટેક્સટાઇલ પાર્ક્સ સ્થાપવા માટે સમજૂતી કરાર કરવા માટેના કાર્યક્રમને સંબોધતાં મુખ્ય પ્રધાને આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશ આ પહેલાં કોમી રમખાણો માટે કુખ્યાત હતું. કેટલાક જિલ્લાનાં માત્ર નામથી જ લોકો ડરી જતા હતા. હવે ડરવાની કોઈ જરૂર નથી.’ આ પહેલાંની અખિલેશ યાદવની સરકાર પર કટાક્ષ કરતાં આદિત્યનાથે કહ્યું હતું કે ‘રાજ્યમાં ૨૦૧૨થી ૨૦૧૭ની વચ્ચે ૭૦૦થી વધારે કોમી રમખાણો થયાં હતાં. જોકે, ૨૦૧૭થી ૨૦૨૩ની વચ્ચે યુપીમાં એક પણ કોમી રમખાણ થયું નથી. કોઈ કરફ્યુ લાદવામાં આવ્યો નથી. એવી સ્થિતિ સર્જાઈ નથી.’
ADVERTISEMENT
આ પણ વાંચો : Bilkis Bano: `સફરજનની તુલના...` SCની આકરી ટિપ્પણી, ગુજરાત સરકારની દલીલ?
યોગી આદિત્યનાથની હત્યાની ધમકી આપવા બદલ એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હત્યાની ધમકી આપવા બદલ પોલીસે ઝારખંડની એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાનું ગઈ કાલે અધિકારીઓએ જણાવ્યું હતું.
અમન રાજા નામની એક વ્યક્તિએ ફેસબુક પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે યોગી આદિત્યનાથને ઠાર મારવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પોસ્ટનો સ્ક્રીન શૉટ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન, ડીજીપી અને અન્ય અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. બાગપતના સર્કલ ઑફિસર ડી. કે. શર્માએ કહ્યું હતું કે તેની વિરુદ્ધ સોમવારે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.