આજે પરિણામ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, કૉન્ગ્રેસ અને પ્રાદેશિક પક્ષોમાંથી મતદારો કોના હાથમાં સત્તાની ચાવી સોંપે છે એના પર બધાની નજર છે
આજે મતગણતરી થવાની છે એને પગલે ગઈ કાલે જમ્મુની પૉલિટેક્નિક કૉલેજમાં જબરદસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીનાં આજે પરિણામ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ અને પ્રાદેશિક પક્ષોમાંથી મતદારો કોના હાથમાં સત્તાની ચાવી સોંપે છે એના પર બધાની નજર છે. એક્ઝિટ પોલના તારણ મુજબ હરિયાણામાં કૉન્ગ્રેસને બહુમતી મળતી દેખાય છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં એક પણ પક્ષ મૅજોરિટીનો આંક પાર નહીં કરી શકે પણ કૉન્ગ્રેસ-નૅશનલ કૉન્ફરન્સની યુતિ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે.