આસામમાં આવી ઘટના બન્યા બાદ મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ સ્પષ્ટતા કરી કે કાયદા મુજબ એ શક્ય છે
પ્રતીકાત્મક તસવીર
આસામમાં મેઘાલય યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીના ચાન્સેલર મહબુબુલ હકના ઘરે રેઇડ પાડવા ગયેલી પોલીસટીમની પ્રાઇવેટ ગાર્ડ દ્વારા તપાસ થતી હોવાનો વિડિયો વાઇરલ થયા બાદ મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રાઇવેટ ગાર્ડ પોલીસની ચકાસણી કરી શકે છે. પરીક્ષામાં ગેરરીતિ અને છેતરપિંડીના કેસમાં ચાન્સેલર સામે તપાસ ચાલી રહી છે. મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે ‘કાયદાકીય દૃષ્ટિએ આ યોગ્ય છે. ઘરમાલિક તેના સિક્યૉરિટી ગાર્ડ્સ દ્વારા રેઇડ પાડવા આવતી પોલીસની તપાસ કરાવી શકે છે. ઘરમાલિકને રેઇડ પાડવા આવતી પોલીસની ચકાસણી કરવાની સત્તા છે.’
આસામ પોલીસે ૨૧ ફેબ્રુઆરીએ મોડી રાત્રે મહબુબુલ હકની ગુવાહાટીના ઘરેથી ધરપકડ કરી હતી.

