Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > AIMIM:`ઇસ્લામ દેશોની સાંભળે છે,પોતાના દેશના મુસલમાનોની નહીં`PM પર ઓવૈસીનો કટાક્ષ

AIMIM:`ઇસ્લામ દેશોની સાંભળે છે,પોતાના દેશના મુસલમાનોની નહીં`PM પર ઓવૈસીનો કટાક્ષ

Published : 08 June, 2022 10:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના લાતૂરમાં એક રેલીનું સંબોધન કરતા ઓવૈસીએ કહ્યું, પીએમ મોદીએ ભારતના મુસલમાનોની વાત ન સાંભળીને મુસ્લિમ દેશોની વાતને વધારે મહત્વ આપ્યું છે.

અસદુદ્દીન ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસી


ભારતીય જનતા પાર્ટીએ પોતાના નેતા નૂપુર શર્મા અને નવીન જિંદલને ભલે પાર્ટીમાંથી બહાર કરી દીધા હોય, પણ હજી રાજકારણ ગરમાયેલું છે. પૈગંબર મોહમ્મદ પરની ટિપ્પણી બાદ બન્નેની ધરપકડની માગ દેશમાં ઝડપી થઈ છે. આ વચ્ચે એઆઇએમઆઇએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આગને ફરી હવા આપી છે. મહારાષ્ટ્રના લાતૂરમાં એક રેલીનું સંબોધન કરતા ઓવૈસીએ કહ્યું, પીએમ મોદીએ ભારતના મુસલમાનોની વાત ન સાંભળીને મુસ્લિમ દેશોની વાતને વધારે મહત્વ આપ્યું છે.


AIMIM સાંસદે નૂપુર કે નવીન જિંદલનું નામ લીધા વગર, પૈગંબર વિરુદ્ધ ટિપ્પણી માટે બન્નેની ધરપકડ કરવી જોઈએ. તેમણે કહ્યું, જ્યારે આપણા દેશના મુસલમાન આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા, ત્યારે કોઈ કાર્યવાહી ન થઈ. તેમની વાત પર ધ્યાન જ ન આપવામાં આવ્યું.



ધરપકડથી જ થશે ન્યાય
ઓવૈસીએ કહ્યું, નેતાઓને છ કે આઠ મહિના પછી પુનર્વાસ ન મળવો જોઈએ. જો તમને લાગે છે કે તેમના દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અને ભાષા અયોગ્ય હતી, તો આ સરકારની જવાબદારી છે કે કેસ નોંધાય અને તેની ધરપકડ થાય. અમારી સાથે ત્યારે જ ન્યાય થશે.


10 દિવસ પછી પણ કાર્યવાહી નથી થઈ
પૈગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી પછી ભારતને અરબ દેશોની નારાજગી સહન કરવી પડી. અહીં સુધી કે અનેક ઇસ્લામિક દેશોએ ભારતીય સામાનનો બહિષ્કાર કરનાની પણ અપીલ કરી હતી, જેના પછી ભારતીય જનતા પાર્ટીએ નવીન જિંદલ અને નૂપુર શર્માને પાર્ટીમાંથી બહાર કરી દીધા. હવે એમઆઇએમઆઇએમ સાંસદનું કહેવું છે, જો હું પીએમ મોદી વિરુદ્ધ અસંસદીય શબ્દોનો ઉપયોગ કરું છું તો ભાજપ કાલે સવારથી જ ઓવૈસીની ધરપકડ માટે નારા લગાડવાના શરૂ કરી દેશે, પણ નૂપુર શર્માના નિવેદન આપ્યા પછી 10 દિવસ પસાર થઈ ગયા. તેના પછી પણ કોઈ કાર્યવાહી થઈ નહીં.

થાણેમાં નૂપુર વિરુદ્ધ કેસ
દિલ્હી પોલીસે નૂપુર શર્મા તેમજ તેમના પરિવારને માની નાખવાની ધમકી મળ્યા પછી સુરક્ષા આપવામાં આવી છે. શર્માએ 28 મેના સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી. તો, મહારાષ્ટ્ર પોલીસે નૂપુરને પૂછપરછ માટે બોલાવ્યા છે. થાણેમાં તેમના વિરુદ્ધ પ્રાથમિકી નોંધાવવામાં આવી છે. પોલીસે સંબંધિત ચેનલ સાથે વિવાદિત નિવેદનની વીડિયો ફૂટેજ પણ માગી છે. નૂપુરની ટિપ્પણી પછી દેશની સાથે જ વિદેશોમાં પણ મચી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2022 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK