રાઉઝ એવન્યુ કોર્ટનાં જજ કાવેરી બાવેજાએ ગુરુવારે આ કેસની સુનાવણી પહેલી જૂન સુધી મોકૂફ રાખી હતી
ફાઇલ તસવીર
એક્સાઇઝ પૉલિસી કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જામીનઅરજી પર પોતે જવાબ નોંધાવશે એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જણાવ્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટનાં જજ કાવેરી બાવેજાએ ગુરુવારે આ કેસની સુનાવણી પહેલી જૂન સુધી મોકૂફ રાખી હતી.
કેજરીવાલે બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. દિલ્હી એક્સાઇઝ પૉલિસી કૌભાંડમાં EDએ શરૂ કરેલા મની લૉન્ડરિંગ કેસમાં રેગ્યુલર જામીન માટે કેજરીવાલે એક અરજી કરી છે, જ્યારે બીજી અરજી મેડિકલ ટેસ્ટ માટે સાત દિવસના વચગાળાના જામીન માટે છે.