સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મુદ્દે વિચારણા કરીને ૭ મેના રોજ પોતાનો જવાબ રજૂ કરવા EDને નિર્દેશ આપ્યો હતો.
અરવિંદ કેજરીવાલ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી દરમ્યાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને જણાવ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા વિચારી શકાય છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મુદ્દે વિચારણા કરીને ૭ મેના રોજ પોતાનો જવાબ રજૂ કરવા EDને નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દિપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે શક્ય છે કે કેજરીવાલને અમે જામીન આપીએ અને ન પણ આપીએ, પણ આ મુદ્દે અમે તમારું (EDનું) વલણ શું રહેશે એ પણ જાણવા માગીશું. દિલ્હીની આબકારી નીતિ વિશેના મની લૉન્ડરિંગના કેસમાં EDએ ૨૧ માર્ચના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.