જસ્ટિસ ખન્નાએ પોતાના નિર્ણયમાં સ્વીકાર્યું છે કે, માત્ર પૂછપરછથી EDને ધરપકડની પરવાનગી મળતી નથી. PMLAની કલમ 19 હેઠળ આનો કોઈ આધાર નથી
અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા
- શું ધરપકડની જરૂરિયાતને PMLAની કલમ 19માં ફરજિયાત શરત તરીકે જોવામાં આવે છે: કોર્ટ સામે સવાલ
- જસ્ટિસ ખન્નાએ નિર્ણયમાં સ્વીકાર્યું છે કે, માત્ર પૂછપરછથી EDને ધરપકડની પરવાનગી મળતી નથી
Arvind Kejriwal Gets Interim Bail: સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પૉલિસી કૌભાંડમાં પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે ED ધરપકડને પડકારતી કેજરીવાલની અરજીને એ પ્રશ્ન સાથે મોટી બેંચને મોકલી હતી કે શું ધરપકડની જરૂરિયાતને PMLAની કલમ 19માં ફરજિયાત શરત તરીકે જોવામાં આવે છે.