Arvind Kejriwal Bail: સીબીઆઈ દ્વારા વધુ સમયની માંગણી કરવામાં આવી હતી જેને કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી છે. ૫ સપ્ટેમ્બર સુધી કેસની સુનાવણી પર રોક લગાવાઈ છે.
અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- આમ આદમી પાર્ટી દ્વારા પણ કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે
- ૫ સપ્ટેમ્બર સુધી કેસની સુનાવણી પર રોક લગાવવામાં આવી છે
- સીબીઆઈ કેસમાં આરોપી હોવાને કારણે તે હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં જ છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે. ત્યારે વધુ એક એવા સમાચાર સામે આવ્યા છે કે જેના પરથી જણાઈ રહ્યું છે કે તેમને જેલમાં હજી વધારે સમય સુધી રહેવું પડી શકે છે.
તેમની ધરપકડને પડકારતી અરજી મોકૂફ, 5 સપ્ટેમ્બર સુધી નહીં થાય સુનાવણી
ADVERTISEMENT
CBI કેસમાં તેમની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી (Arvind Kejriwal Bail) હતી તે અત્યારે મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. સીબીઆઈ દ્વારા વધુ સમયની માંગણી કરવામાં આવી હતી જેને કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી છે અને ૫ સપ્ટેમ્બર સુધી કેસની સુનાવણી પર રોક લગાવવામાં આવી છે.
આ પહેલા પણ અનેકવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં જ્યારે છેલ્લી સુનાવણી (Arvind Kejriwal Bail) થઈ હતી ત્યારે કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને જામીન આપવા બાબતે ઈન્કાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ તમને જણાવી દઈએ કે 14 ઓગસ્ટનાં રોજ કોર્ટે સીબીઆઈને નોટિસ જારી આપવા જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ઉજ્જલ ભુયાનની બેન્ચે સીબીઆઈને આ મામલે તેનું કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાની મંજૂરી આપી હતી અને કેજરીવાલને જવાબ આપવા માટે બે દિવસનો સમય સુધ્ધાં આપવામાં આવ્યો હતો.
અત્યારે અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે સીબીઆઈએ માત્ર એક જ અરજીમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી હતી અને ગુરુવારે રાત્રે 8 વાગ્યે તેમને આપવામાં આવી હતી.
સીબીઆઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તબીબી આધારો પર વચગાળાના જામીન (Arvind Kejriwal Bail) માટેના દાવાની વાત છે, બિમારીઓના સંદર્ભમાં જેલના નિયમો અને માર્ગદર્શિકા મુજબ તિહાર જેલ હોસ્પિટલ અથવા તેની કોઈપણ રેફરલ હોસ્પિટલમાં સારવાર કરાવી જ શકાય છે.
આમ આદમી પાર્ટી દ્વારા પણ કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે અત્યારે તો આમ આદમી પાર્ટીએ સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એક નવું અભિયાન પણ શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જેમ મનીષ સિસોદિયા જેલની બહાર આવ્યા એ જ પ્રમાણે અરવિંદ કેજરીવાલ તો સરમુખત્યારની જેલની દીવાલો તોડીને જરૂર બહાર આવશે.
CBI અને ED મુજબ આબકારી નીતિમાં ફેરફાર કરતી વખતે અનિયમિતતાઓ આચરવામાં આવી હતી અને લાયસન્સ ધારકોને અપાતી અનુચિત તરફેણ કરવામાં આવી હતી. 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન (Arvind Kejriwal Bail) આપવામાં આવ્યા હતા. આ સાથે જ તેમની ધરપકડની આવશ્યકતા ધરાવતા પાસાઓ પર ત્રણ પ્રશ્નોની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે તેને મોટી બેંચને મોકલ્યો હતો. છતાં સીબીઆઈ કેસમાં આરોપી હોવાને કારણે તે હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં જ છે.