આર્મી ચીફ મનોજ પાંડેએ કહ્યું કે ચીનની સરહદ નજીક આવેલા કેન્દ્રની સૈનિકોની તૈયારીઓમાં કોઈ વિપરીત અસર નહીં થાય
જોશીમઠમાં ગઈ કાલે હોટેલ માઉન્ટ વ્યુના ડિમોલિશન પહેલાં એની છત પરથી વૉટર ટૅન્ક ઉતારી રહેલા વર્કર્સ.
નવી દિલ્હી : આર્મી ચીફ મનોજ પાંડેએ કહ્યું કે ઉત્તરાખંડના જોશીમઠની આસપાસના ધસી રહેલા વિસ્તારોમાંથી કેટલીક લશ્કરી છાવણીઓને હટાવવામાં આવી રહી છે. ચીન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા આ વિસ્તારમાંથી કેટલા સૈનિકોને હટાવવામાં આવ્યા એની વિગતો આર્મી ચીફે આપી નહોતી, પરંતુ તેમણે કહ્યું હતું કે ઉત્તરાખંડમાં જોશીમઠની આસપાસનાં ૨૫થી ૨૮ જેટલાં સૈન્યની સુવિધા માટે વપરાતાં કેન્દ્રોમાં તિરાડ પડી છે. સૈનિકોને અસ્થાયી રીતે ખસેડાયા છે. જરૂર પડે તો અમે ઔલીમાં કાયમી ધોરણે સ્થળાંતરિત થઈશું.’
આર્મીની કામગીરી વિશેના વાર્ષિક સંબોધનમાં જનરલ પાંડેએ કહ્યું હતું કે ‘જરૂર પડે તો અમે વધુ એકમોને સ્થળાંતર કરાવવા માટે તૈયાર છીએ. એનાથી અમારી તૈયારી પર વિપરીત અસર નહીં પડે.’
ADVERTISEMENT
બદરીનાથ જેવા પર્વતારોહણ અને તીર્થસ્થાન તરીકે જાણીતા થયેલા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા જોવા મળી છે. ઝડપી માળખાગત વિકાસને કારણે ઇકોસિસ્ટમને નુકસાન થયું છે, જેને કારણે વારંવાર જમીન ધસી પડવી અને અચાનક પૂર આવવા જેવી ઘટનાઓ બને છે. વળી ચીન સાથેની ૩૪૮૮ કિલોમીટર લાંબી સરહદને કારણે અહીં મોટું લશ્કરી મથક પણ છે, જ્યાં ૨૦,૦૦૦થી વધુ સૈનિૈ
વિરોધ વચ્ચે શરૂ થયું ડિમોલિશન
સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે જોશીમઠમાં ગઈ કાલે ડિમોલિશનની ફરીથી શરૂઆત થઈ હતી. એની શરૂઆત હોટેલ મલેરી ઇન અને માઉન્ટ વ્યૂના ડિમોલિશન સાથે થઈ હતી. એને તિરાડોને કારણે અસુરક્ષિત જાહેર કરાઈ હતી. મંગળવારે ડિમોલિશન શરૂ થયું ત્યારે લોકોએ વિરોધ કરતાં એને રોકવામાં આવ્યું હતું. હોટેલમાલિકો અને સ્થાનિક લોકો હોટેલનો તોડી પાડવાના સરકારના પગલા સામે વળતરની માગણી કરી રહ્યા હતા.