હિંસક ઘટનાઓ બાદ રાજ્યમાં ફરી એક વાર કરફ્યુ લગાવવામાં આવ્યો હતો તેમ જ પાંચ દિવસ માટે ઇન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ગઈ કાલે ફરીથી હિંસા ભડકી ઊઠી હતી. ન્યુ લામ્બુલૅન વિસ્તારમાં ભીડે ઘણાં ઘરોમાં આગ લગાવી હતી. ત્યાર બાદ આર્મી અને પૅરામિલિટરી ફોર્સના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હિંસક ઘટનાઓ બાદ રાજ્યમાં ફરી એક વાર કરફ્યુ લગાવવામાં આવ્યો હતો તેમ જ પાંચ દિવસ માટે ઇન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે સવારે ઇમ્ફાલના ન્યુ ચેકન બજારમાં પણ હિંસક અથડામણની ઘટનાઓ થઈ હતી. પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.