વાસ્તવમાં, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કાર મેડિકલ ઍન્ડ હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટરના બળાત્કાર-હત્યાના કેસમાં મમતા સરકાર બેકફૂટ પર છે
મમતા બેનર્જીની ફાઇલ તસવીર
મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સરકારે મંગળવારે (3 સપ્ટેમ્બર) પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મહિલા સુરક્ષા પર એક બિલ (Aparajita Woman and Child Bill) રજૂ કર્યું હતું. તેના દ્વારા બળાત્કારના દોષિતોને ફાંસીની સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ટીએમસી સરકારે વિધાનસભામાં `અપરાજિતા મહિલા અને ચિલ્ડ્રન બિલ` રજૂ કર્યું છે. આ બિલ હેઠળ બળાત્કાર પીડિતાના મોતના મામલામાં દોષિતોને મૃત્યુદંડની જોગવાઈ છે. હાલના કાયદાઓમાં ફેરફાર બાદ આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.