૨૨ જાન્યુઆરી ૨૦૨૪ઃ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા અને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ઃ મહાકુંભમાં પવિત્ર સ્નાન
અનુપમ ખેર
અનુપમ ખેરે ગઈ કાલે મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર સ્નાન કર્યું હતું. સોશ્યલ મીડિયા પર પોતાના સ્નાનનો વિડિયો શૅર કરીને તેમણે લખ્યું : મહાકુંભમાં ગંગાસ્નાન કરીને જીવન સફળ થઈ ગયું. પહેલી વાર એ સ્થાન પર પહોંચીને મંત્રોચ્ચાર કર્યો જ્યાં મા ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. પ્રાર્થના કરતાં-કરતાં અશ્રુ પોતે જ આંખોમાંથી વહેવા લાગ્યાં. સંયોગ જુઓ - આવું જ બરાબર એક વર્ષ પહેલાં અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના દિવસે થયું હતું. સનાતન ધર્મ કી જય.