Anant Ambani Radhika Marchant Wedding: પીએમ નરેન્દ્ર મોદીએ પણ નવપરિણીત કપલ અનંત અને રાધિકાને આશીર્વાદ પણ આપ્યા હતા.
ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
મુકેશ અંબાણીના નાના દીકરા અનંતના લગ્નની (Anant Ambani Radhika Marchant Wedding) ચર્ચાઓ આખી દુનિયામાં થઈ રહી છે. આ ભવ્ય લગ્નની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ લગ્ન બાદના શુભ આશીર્વાદમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ નવપરિણીત કપલ અનંત અને રાધિકાને આશીર્વાદ પણ આપ્યા હતા. જો કે આ દરમિયાન એવો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહ્યા છે. પીએમ મોદીના આ વીડિયોને લઈને હવે શંકરાચાર્ય તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પીએમ મોદીને મળવા પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદે (Anant Ambani Radhika Marchant Wedding) કહ્યું, `હા પીએમ મોદી મારી પાસે આવ્યા અને મને શુભેચ્છા આપી. અમારો નિયમ છે કે જે કોઈ અમારી પાસે આવશે તેને અમે અમારા આશીર્વાદ આપીશું. નરેન્દ્ર મોદીજી અમારા કોઈ દુશ્મન નથી. અમે તેમના શુભચિંતક છીએ અને હંમેશા તેમના કલ્યાણ માટે બોલીએ છીએ. જો તેઓ કોઈ ભૂલ કરે તો અમે તેમને પણ જણાવીએ છીએ.
ADVERTISEMENT
PM મોદી અને અવિમુક્તેશ્વરાનંદનો આ વીડિયો (Anant Ambani Radhika Marchant Wedding) શનિવારે અનંતના લગ્ન પછી યોજાયેલા આશીર્વાદ કાર્યક્રમનો છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો, જ્યાં અવિમુક્તેશ્વરાનંદ પણ નવા કપલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ અવિમુક્તેશ્વરાનંદને તેમના ચરણ સ્પર્શ કરીને તેમને પ્રમાણ કર્યું હતું. શંકરાચાર્યએ પીએમને આશીર્વાદ તરીકે તેમના ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા પણ આપી હતી. આ પછી પીએમ મોદીએ અન્ય સંતોના આશીર્વાદ પણ લીધા હતા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે શંકરાચાર્યએ અનેક વખત પીએમ મોદીની ટીકા (Anant Ambani Radhika Marchant Wedding) કરી છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના સમય પર સવાલ ઉઠાવતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે “આ ઉદ્ઘાટન પોતે જ ખોટું છે કારણ કે રામ મંદિર હજી પૂર્ણ નિર્માણ થયું નથી. અર્ધ પૂર્ણ મંદિરમાં ભગવાનની સ્થાપના કરવી વાજબી અને ધાર્મિક નથી જેથી તેમણે અયોધ્યામાં રામ મંદિરના કાર્યક્રમમાં જવાથી મનાઈ કરી હતી.
દિલ્હીમાં કેદારનાથ મંદિર (Anant Ambani Radhika Marchant Wedding) બનવાના સમાચાર પર સવાલ ઉઠાવતા જ્યોતિર્મથ સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શંકરાચાર્યએ આરોપ લગાવ્યો કે, `કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી? ત્યાં કૌભાંડ બાદ દિલ્હીમાં કેદારનાથ બનશે? અને પછી બીજું કૌભાંડ થશે. કેદારનાથ ધામમાંથી 228 કિલો સોનું ગાયબ થયું છે, તેમ છતાં કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી. આ બાબત માટે કોણ જવાબદાર છે?... હવે તેઓ કહી રહ્યા છે કે કેદારનાથ દિલ્હીમાં બનશે, આવું ન થઈ શકે. આ સહિત અનેક વખત શંકરાચાર્યએ પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યા છે.