Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રજા પર રહેલા એનડીઆરએફના જવાને સૌપ્રથમ ઇમર્જન્સી સર્વિસિસને અલર્ટ કરી

રજા પર રહેલા એનડીઆરએફના જવાને સૌપ્રથમ ઇમર્જન્સી સર્વિસિસને અલર્ટ કરી

Published : 05 June, 2023 11:00 AM | IST | Balasor
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશામાં અકસ્માતગ્રસ્ત ટ્રેનમાં સવાર નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના આ જવાને રેસ્ક્યુ ટીમને લાઇવ લોકેશન મોકલ્યું અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી

બાલાસોર જિલ્લામાં બહાનાગા બઝાર રેલવે સ્ટેશન પાસે અકસ્માતના સ્થળે ગઈ કાલે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન. નોંધપાત્ર છે કે જ્યારથી અકસ્માત થયો છે ત્યારથી રેલવેપ્રધાન દુર્ઘટનાના સ્થળે જ છે. તેઓ સતત ઇન્સ્પેક્શન કરી રહ્યા છે, ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછી રહ્યા છે અને ટ્રૅક્સ પર ફરી ટ્રેન્સ દોડાવવા માટેની કામગીરીનું સુપરવિઝન કરી રહ્યા છે.   પી.ટી.આઇ.

બાલાસોર જિલ્લામાં બહાનાગા બઝાર રેલવે સ્ટેશન પાસે અકસ્માતના સ્થળે ગઈ કાલે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન. નોંધપાત્ર છે કે જ્યારથી અકસ્માત થયો છે ત્યારથી રેલવેપ્રધાન દુર્ઘટનાના સ્થળે જ છે. તેઓ સતત ઇન્સ્પેક્શન કરી રહ્યા છે, ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછી રહ્યા છે અને ટ્રૅક્સ પર ફરી ટ્રેન્સ દોડાવવા માટેની કામગીરીનું સુપરવિઝન કરી રહ્યા છે. પી.ટી.આઇ.


નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ના એક જવાને રજા પર હોવા છતાં પોતાની ડ્યુટી સારી રીતે નિભાવી હતી. 


ઓડિશાના (Odisha) બાલાસોરમાં થયેલા ટ્રેન-અકસ્માત વિશે ઇમર્જન્સી સર્વિસિસને અલર્ટ કરનાર તે કદાચ પહેલી વ્યક્તિ હતી. 



એનડીઆરએફનો જવાન વેન્કટેશ એન. કે. રજા પર હતો અને તે પશ્ચિમ બંગાળમાં હાવડાથી તામિલનાડુ જઈ રહ્યો હતો. તે આ અકસ્માતમાં માંડ બચ્યો હતો. તેનો કોચ B-7 પાટા 
પરથી ખડી પડ્યો હતો, પરંતુ એ એની આગળ રહેલા કોચોની સાથે ટકરાયો નહતો. વેન્કટેશ થર્ડ એસી કોચમાં હતો. 


૩૯ વર્ષના આ કૉન્સ્ટેબલે સૌપ્રથમ કલકત્તામાં એનડીઆરએફની સેકન્ડ બટૅલ્યનમાં તેના સિનિયર ઇન્સ્પેક્ટરને આ દુર્ઘટના વિશે જણાવ્યું હતું. તેણે એ પછી એનડીઆરએફ કન્ટ્રોલ રૂમને વૉટ્સઍપ પર સાઇટનું લાઇવ લોકેશન અને કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યાં હતાં. લાઇવ લોકેશનની મદદથી પહેલી રેસ્ક્યુ ટીમ આ સાઇટ પર પહોંચી હતી. 

વેન્કટેશે કહ્યું હતું કે ‘મેં જબરદસ્ત આંચકો અનુભવ્યો હતો. મેં મારા કોચમાં કેટલાક પૅસેન્જરોને પડતા જોયા હતા. મેં પ્રથમ પૅસેન્જરને બહાર કાઢીને તેને રેલવે ટ્રૅકની પાસે એક દુકાનમાં બેસાડ્યો હતો. એ પછી હું બીજાની મદદ કરવા દોડ્યો હતો.’


બૅન્ગલોરમાં ૧૫૦૦થી વધુ લોકો ફસાયા
બૅન્ગલોર : ઓડિશામાં થયેલા ટ્રેન-અકસ્માતના પગલે અનેક ટ્રેન કૅન્સલ થવાના કારણે બૅન્ગલોરમાં બયપ્પનહલ્લી રેલવે સ્ટેશન ખાતે ૧૫૦૦થી વધુ પૅસેન્જર્સ બૅન્ગલોરમાં ફસાયા છે, જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો સામેલ છે. રેલવે સ્ટેશન ખાતે ફસાયેલા પૅસેન્જર્સ માટે શ્રમ વિભાગ અને બૅન્ગલોર સિવિક એજન્સીએ ગઈ કાલે ભોજન, પાણી અને મોબાઇલ ટૉઇલેટ્સની વ્યવસ્થા કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2023 11:00 AM IST | Balasor | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK