રાશિદને બે કલાકની અને અમૃતપાલ સિંહને ચાર દિવસની પરોલ પર છોડવામાં આવ્યા હતા.
અમૃતપાલ સિંહ અને શેખ અબ્દુલ રાશિદ
જેલમાં બંધ રહીને ચૂંટણી જીતેલા સિખ ઉપદેશક અમૃતપાલ સિંહ અને કાશ્મીરી નેતા શેખ અબ્દુલ રાશિદે ગઈ કાલે ભારે બંદોબસ્ત વચ્ચે સંસદભવનમાં સંસદસભ્ય તરીકે શપથ લીધા હતા. લોકસભામાં શપથ લેવા માટે એન્જિનિયર રાશિદને બે કલાકની અને અમૃતપાલ સિંહને ચાર દિવસની પરોલ પર છોડવામાં આવ્યા હતા.
૫૬ વર્ષના રાશિદને લોકો એન્જિનિયર રાશિદ તરીકે ઓળખે છે અને ટેરર-ફન્ડિંગ કેસમાં તે હાલમાં તિહાડ જેલમાં બંધ છે. ૩૧ વર્ષના અમૃતપાલ સિંહને નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ હેઠળ આસામની દિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યો છે. અમૃતપાલ સિંહ પંજાબમાં ખડૂર સાહિબ બેઠક અને રાશિદ જમ્મુ અને કાશ્મીરની બારામુલ્લા બેઠક પર ચૂંટાઈ આવ્યા છે.