અમિત શાહે ભારત-ચીન સીમા સાથે જોડાયેલ ગામ કિબિથૂમાં `વાઈબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામ`ની શરૂઆત કરી. આ ગામથી ચીનની સીમા માત્ર એક કિલોમીટર દૂર છે.
અમિત શાહ (ફાઈલ તસવીર)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) સોમવારે અરુણાચલ પ્રદેશના કિબિથૂમાં `વાઈબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામ` અને વિભિન્ન વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરી દીધો છે. આ અવસરે તેમણે ચીનને બે પણ આડે હાથ લેતા કહ્યું કે હવે કોઈ પણ સીમા પર આંખ ઉઠાવીને નહીં જોઈ શકે. સોયની અણી જેટલી પણ જમીન પર કોઈ અતિક્રમણ નહીં કરી શકે. તે દિવસો ગયા જ્યારે ભારતની ભૂમિ પર કોઈ અતિક્રમણ કરી શકે એમ હતા.
અમિત શાહે કહ્યું કે આજે આવતા-આવતા મેં સેંકડો ઝરણાં જોયા. મેં અહીં ઉતરતાની સાથે જ પેમા ખાંડૂને કહ્યું કે એક ઘર લઈ લો અને જ્યારે હું વૃદ્ધ થઈ જાઉં તો અહીં રહેવા આવી શકું. ભગવા પરશુરામે અરુણાચલને નામ આપ્યું હતું. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક બાળક અરુણાચલને સૂર્યદેવની પહેલી કિરણની ધરતીના નામે ઓળખે છે. અરુણાચલ ભારત માતાના મુકુટનું એક દૈવિતમાન મણિ છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે પહેલા જ્યારે મધ્ય ભારતથી કોઈ આવે તો તે કહેતા કે ભારતના અંતિમ ગામથી થઈને આવ્યો, પણ હવે હું જઈને મારી પૌત્રીને જણાવીશ કે હું ભારતના પહેલા ગામડેથી થઈને આવ્યો છું. આ કૉન્સેપ્ચ્યૂઅલ ચેન્જ છે. દિલ્હીમાં બેઠેલા નેતાઓના આળસ અને ખોટાં દ્રષ્ટિકોણને કારણે આ ક્ષેત્ર વિવાદિત અને ઉગ્રવાદથી ગ્રસ્ત હતો. આજે વિવાદ અને ઉગ્રવાદ ઘટી રહ્યા છે.
આ પણ વાંચો : `માફ કરજો... અમે HCના નિર્ણયમાં હસ્તક્ષેપ નહીં કરીએ` અગ્નિપથ મામલે SCનું નિવેદન
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આખો દેશ આજે પોતાના ઘરમાં સુખેથી સૂઈ શકે છે કારણકે અમારા આઈટીબીપીના જવાન અને અમારી સેના આપણી સીમાઓ પર દિવસ-રાત કામ કરી રહી છે. આજે આપણે ખૂબ જ ગર્વથી કહી શકીએ છીએ કે કોઈનામાં એટલી તાકાત નથી કે અમારા પર ખરાબ નજર નાખી શકે. આ પહેલા ચીને અમિત શાહના અરુણાચલ પ્રવાસને લઈને વાંધો દર્શાવ્યો હતો. ચીની વિદેશ મંત્રીના પ્રવક્તાએ કહ્યું હતું કે આ યાત્રાએ ચીનની ક્ષેત્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે અને તે આનો વિરોધ કરે છે.