કેન્દ્ર સરકારે સ્કૂલમાં બાળકોની સુરક્ષા અને સંરક્ષણ બાબતે ગાઇડલાઇન બહાર પાડી છે એનું દરેક સ્કૂલમાં પાલન કરવામાં આવે
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
સ્કૂલમાં બાળકો પર થતા જાતીય અત્યાચારના વિરોધમાં નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (NGO) બચપન બચાઓ આંદોલન દ્વારા કરવામાં આવેલી જનહિતની અરજીની સુનાવણી વખતે NGOના વકીલ દ્વારા બદલાપુરની ઘટનાનો ઉલ્લેખ કરીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. એથી સુપ્રીમ કોર્ટે આ બાબતે દરેક રાજ્ય અને યુનિયન ટેરિટરીના સચિવને એક પત્ર લખીને કહ્યું છે કે કેન્દ્ર સરકારે સ્કૂલમાં બાળકોની સુરક્ષા અને સંરક્ષણ બાબતે ગાઇડલાઇન બહાર પાડી છે એનું દરેક સ્કૂલમાં પાલન કરવામાં આવે એટલું જ નહીં, નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇ્ટસ (NCPCR)ને સ્કૂલો દ્વારા એ ગાઇડલાઇન પાળવામાં આવે છે કે નહીં એની ચકાસણી કરીને રિપોર્ટ આપવા જણાવ્યું છે. એ ગાઇડલાઇન્સ મુજબ સરકારી, ગવર્નમેન્ટ એઇડેડ અને પ્રાઇવેટ એમ બધી જ સ્કૂલનું મૅનેજમેન્ટને બાળકોની સુરક્ષા માટે જવાબદાર ગણાશે એમ જણાવાયું છે.