Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાવડયાત્રા રૂટની દુકાનો પર નામના આદેશના સમર્થનમાં આવ્યું ઑલ ઈન્ડિયા સમાજ, તો બીજી તરફ વિરોધ

કાવડયાત્રા રૂટની દુકાનો પર નામના આદેશના સમર્થનમાં આવ્યું ઑલ ઈન્ડિયા સમાજ, તો બીજી તરફ વિરોધ

Published : 19 July, 2024 03:45 PM | IST | Lucknow
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nameplate in Kanwar Yatra Route: કાવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હલાલ પ્રમાણપત્ર સાથે ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ (ફાઇલ તસવીર)

યુપીના સીએમ યોગી આદિત્યનાથ (ફાઇલ તસવીર)


કાવડ યાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કાવડ યાત્રા રૂટના (Nameplate in Kanwar Yatra Route) જિલ્લાઓમાં દુકાનદારોને તેમના નામવાળા સાઇન બોર્ડ (પાટિયા) લગાવવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. યુપી સરકારના આ નિર્ણય સામે એક તરફ રાજકીય પક્ષોએ વિરોધ શરૂ કર્યું છે. તો બીજી તરફ ઈસ્લામિક સંગઠન ઑલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે આ નિર્ણયનું સમર્થન કર્યું છે. ઑલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું કે કાવડ યાત્રાના રૂટ પર ઢાબા સંચાલકો, ફળ વેચનારાઓ અને અન્ય સ્ટોલ માલિકો માટે સહારનપુર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. મૌલાનાએ કહ્યું કે પોલીસ એડવાઈઝરી કાયદો અને વ્યવસ્થા માટે છે, કારણ કે તે ધાર્મિક યાત્રા છે અને પોલીસે આ વ્યવસ્થા લાગુ કરી છે જેથી તેમાં કોઈ હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે મોટો વિવાદ ન થાય.


યુપી સારકારન આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. દેવબંદી ઉલેમા મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે યુપી સરકારના આ નિર્ણયથી અંતર બનશે અને સાંપ્રદાયિક લોકોને તક મળશે. તેઓ દુકાનોમાં હિન્દુ અને મુસ્લિમોને (Nameplate in Kanwar Yatra Route) ભેળવી શકે છે. તેના માટે મુશ્કેલી ઊભી કરવી સરળ રહેશે. મુફ્તી અસદ કાસમીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે આ અંગે ફરી એકવાર તપાસ કરવામાં આવે. કારણ કે તમે જોયું હશે કે હિન્દુ ધર્મના લોકો દર વર્ષે કાવડ યાત્રાએ જાય છે જ્યારે મુસ્લિમ કાવડીઓ માટે કેમ્પ લગાવવામાં આવે છે. જો મુસ્લિમો તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે અને ફૂલો પણ વરસાવે છે, તો આનાથી તેમની વચ્ચે અંતર વધશે. તમને જણાવવાનું કે યોગી સરકારે કાવડ માર્ગ પરના દુકાનદારો માટે આદેશ જાહેર કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ દુકાનો અને રેકડીઓ પર તેના માલિકના નામ લખવામાં આવે, જેથી કાવડ યાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે. મુખ્ય પ્રધાન કાર્યાલયે કહ્યું છે કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પર આવેલી ખાદ્યપદાર્થોની દુકાનો પર `નેમપ્લેટ` લગાવવાની રહેશે અને દુકાનો પર માલિક, ઓપરેટરનું નામ અને ઓળખ લખવાની રહેશે. સીએમઓના જણાવ્યા અનુસાર, કાવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હલાલ પ્રમાણપત્ર સાથે ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.



પશ્ચિમ યુપીના પોલીસ અધિકારી મુજબ કાવડ યાત્રાની તૈયારીઓ (Nameplate in Kanwar Yatra Route) શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમામ ખાણીપીણી, ખાદ્યપદાર્થો વેચતી દુકાનો અને શેરી વિક્રેતાઓને તેમના કર્મચારીઓ અથવા તેમના માલિકોના નામ બોર્ડ પર લખવા સૂચના આપવામાં આવી છે. કાવડિયાઓના મનમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ ન રહે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો થાય તેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે પણ આ જરૂરી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પાછળથી બગડવી ન જોઈએ. તેથી આવી સૂચનાઓ આપવામાં આવી છે અને દરેક પોતાની ઈચ્છા મુજબ તેનું પાલન કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2024 03:45 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK