Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાથી ઉપડેલી ફ્લાઈટ સાથે અથડાયું પક્ષી, દિલ્હી એરપોર્ટ પર થયું લેન્ડિંગ

અમદાવાથી ઉપડેલી ફ્લાઈટ સાથે અથડાયું પક્ષી, દિલ્હી એરપોર્ટ પર થયું લેન્ડિંગ

Published : 27 October, 2022 03:41 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વિમાન અમદાવાદથી દિલ્હી આવી રહ્યું હતું. લેન્ડિંગ સમયે જ્યારે વિમાન 1900 ઊંચાઈ પર હતું ત્યારે એક પક્ષી ફ્લાઈટ સાથે અથડાયું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા કેટલાય સમયથી એરલાઈન્સ સંબંધિત અનેક ઘટનાએ સામે આવી છે. જેમાં કોઈ કારણસર ઈમરજન્સી લેન્ડિંગ અને વિમાન ક્રેશ જેવી ઘટના સામેલ છે. ત્યારે આજે ફરી એક એવી જ ઘટના ઘટી છે. અમદાવાદથી દિલ્હી જઈ રહેલી આકાસા એરલાઈન્સની ફ્લાઈટ ગુરુવારે એટલે કે આજે દુર્ઘટનાનો શિકાર થતાં થતાં બચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે વિમાન પક્ષી સાથે ટકરાયું હતું,  અને ત્યાર બાદ દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 


લેન્ડિંગ બાદ વિમાનની તપાસ કરવામાં આવી હતી. જેમાં વિમાનમાં ડેમેજ હોવાનું જાણવા મળ્યુ હતું. કહેવામાં આવી રહ્યું છે આ વિમાન અમદાવાદથી દિલ્હી આવી રહ્યું હતું. લેન્ડિંગ સમયે જ્યારે વિમાન 1900 ઊંચાઈ પર હતું ત્યારે એક પક્ષી ફ્લાઈટ સાથે અથડાયું હતું. ત્યાર પાયલટે તરત જ વિમાન પર કાબુ મેળવી સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર વિમાનને લેન્ડ કર્યુ હતું. 



આ મામલે અકાસા એર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે અમદાવાદથી દિલ્હી આવી રહેલી અકાસા એરની ફ્લાઈટ QP 1333 પક્ષી સાથે અથડાઈ હતી. એરક્રાફ્ટ દિલ્હીમાં સફળતાપૂર્વક લેન્ડ થયું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.



આ પણ વાંચો: Mumbai: સગીરાને આઈટમ કહેશો તો થઈ શકે છે જેલની સજા, જાણો મુંબઈનો આ કેસ

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2022 03:41 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK