પોલીસે કહ્યું કે ચોરી જેવા કેસમાં તપાસ કરવાની હોય છે કે તે કેવી રીતે ઘરમાં ઘુસ્યો અને ક્યાં ભાગ્યો... આ મામલે નિવેદન નોંધાઈ ચૂક્યો છે પછી કસ્ટડી કેમ ઈચ્છો છો? કૉર્ટે પૂછ્યું કે શું પોલીસ તપાસ માટે યૂરીન સેમ્પલ લેવા માગે છે?
Air India
ફાઈલ તસવીર
ઍર ઈન્ડિયાના (Air India) વિમાનમાં વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રા વિરુદ્ધ દિલ્હી પોલીસની અરજી પર પટિયાલા હાઉસ કૉર્ટમાં સુનાવણી થઈ. દિલ્હી પોલીસે શંકર મિશ્રાની કસ્ટડીની માગ કરી છે. પોલીસે કહ્યું કે આખી ઘટનાને સ્ટેબ્લિશ કરવા માગે છે. ઘટનાના સમય અને તેની પહેલાના વર્તનને જોવામાં આવશે. શંકર મિશ્રા પોલીસના બોલાવવા પર પણ આવ્યા નહીં, તે ક્યાં ગયા હતા, કોને મળ્યા તે જાણવાનું રહેશે. આ મામલે પોલીસે કહ્યું કે ચોરી જેવા કેસમાં તપાસ કરવાની હોય છે કે તે કેવી રીતે ઘરમાં ઘુસ્યો અને ક્યાં ભાગ્યો... આ મામલે નિવેદન નોંધાઈ ચૂક્યો છે પછી કસ્ટડી કેમ ઈચ્છો છો? કૉર્ટે પૂછ્યું કે શું પોલીસ તપાસ માટે યૂરીન સેમ્પલ લેવા માગે છે?
કેસની સુનાવણી દરમિયાન કૉર્ટે કહ્યું, "તમે વિમાનના ક્રૂને પૂછપરછ કરી હોત, તો તે જણાવે છે કે તેને કેટલી શરાબ પીરસવામાં આવી. તમે બ્લડ ટેસ્ટ નહોતા કરાવી શકતા? અહીં અપરાધ એ છે કે તેણે એક મહિલાની સામે પોતાની સીટ છોડી દીધી અને પોતાની સીટ પર પાછો ચાલ્યો ગયો.. પહેલાથી પીવું અહીં પ્રાસંગિક નથી. આ દુર્ભાવનાનો કેસ નહોતો. શું જરૂર છે... કસ્ટડીની?"
ADVERTISEMENT
શંકર મિશ્રાના વકીલ રમેશ ગુપ્તાએ સુનાવણી દરમિયાન કહ્યું, "આખો કેસ જુઓ, કેટલો હોબાળો કરી દેવાયો... ફરિયાદ એક મહિના બાદ નોંધાવવામાં આવી. ફરિયાદ શું હતી કે ઍર ઈન્ડિયા ટિકિટના પૈસા પાછા આપે. ફરિયાદકર્તાએ કહ્યું કે 8A સીટવાળાએ પેશાબ કર્યું, મારી સીટ તો 8B હતી. બિઝનેસ ક્લાસ લૉક થઈ જાય છે, તમે બહાર નથી જઈ શકતા. પીજિત મહિલાએ પોતે સીટ પર યુરીન કર્યું. તેને હેલ્થ પ્રૉબ્લેમ હતા. આ વાત પોલીસે કેમ ન જમાવી. મહિલા એક કથક ડાન્સર હતી." આ મામલે કૉર્ટે પૂછ્યું કે શંકર મિશ્રાએ અગ્રિમ જામીન કેમ ન માગ્યા? રમેશ ગુપ્તાએ કહ્યું કે આરોપીની કોઈ દુશ્મની નહોતી, આની તપાસ શું પોલીસે કરી?
આ મામલે પોલીસે કૉર્ટમાં કહ્યું, "અમે કોઈ થર્ડ ડિગ્રી નથી આપી રહ્યા. અમારે માત્ર તપાસ કરવી છે...આથી ત્રણ દિવસની જ તો કસ્ટડી માગી રહ્યા છીએ. અમે જ્યારે તપાસ માટે બોલાવ્યો, તો સહયોગ કર્યો નહીં. સામે ન આવ્યા."
પટિયાલા હાઉસ સેશન કૉર્ટે શંકર મિશ્રાની પોલીસ કસ્ટડીની માગ મામલે ફરીથી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના કૉર્ટમાં સુનાવણી માટે મોકલી દેવાઈ છે. સેશન કૉર્ટે દિલ્હી પોલીસને છૂટ આપી કે જે નવા તથ્ય તેમણે આ કૉર્ટમાં રાખ્યા છે, તેમણે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કૉર્ટ સામે રજૂ કર્યા. પટિયાલા હાઉસ કૉર્ટે દિલ્હી પોલીસને હાલ શંકર મિશ્રાની કસ્ટડી નથી આપી.
આ પણ વાંચો : બાપ રે! એર ઈન્ડિયાની ફરી ફજેતી...મહિલા યાત્રીના ભોજનમાં નીકળ્યો પથ્થર
જણાવવાનું કે છેલ્લે 26 નવેમ્બરના નશામાં ધૂત એક વ્યક્તિએ ઍર ઈન્ડિયાની ન્યૂયૉર્ક-નવી દિલ્હી ફ્લાઈટની બિઝનેસ ક્લાસમાં 70 વર્ષથી વધારેની ઊંમરની એક મહિલા સાથે સહયાત્રી પર કહેવાતી રીતે પેશાબ કર્યો હતો. મહિલાએ આ મામલે લેખિત ફરિયાદ પોલીસમાં કરી હતી.